Vande Bharat Sleeper Train : રેલવે મંત્રાલયે વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર વર્ઝનની ડિઝાઈનને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આ વર્ષના અંત સુધીમાં સ્લીપર કોચ તૈયાર થઈ જશે અને આવતા વર્ષે ફેબ્રુઆરીથી દોડવાનું શરૂ થશે
ભારતની સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લઈને નવી માહિતી સામે આવી છે. રેલવે મંત્રાલયે તાજેતરમાં વંદે ભારત સ્લીપર ટ્રેનની ડિઝાઇનને આખરી ઓપ આપ્યો છે. (સ્રોત: @dailytravelhac1/instagram)
સ્લીપર વંદે ભારત ટ્રેનનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. સ્લીપર ટ્રેન અંદરથી કેવી દેખાશે તેની કેટલીક એનિમેટેડ તસવીરો સામે આવી છે. (સ્રોત: @dailytravelhac1/instagram)
દરેક કોચમાં મિની પેન્ટ્રી પણ હશે. ટ્રેનમાં વાઈ-ફાઈ અને એલઈડી સ્ક્રીન પણ હશે જે મુસાફરોને તેમની મુસાફરી વિશેની માહિતી આપશે. મુસાફરોની સુરક્ષા માટે ટ્રેનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. (સ્રોત: @dailytravelhac1/instagram)
મળતી માહિતી મુજબ, વંદે ભારત સ્લીપર કોચનું નિર્માણ ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)માં કરવામાં આવશે. આ સાથે, રેલવે રશિયન કંપની સાથે મળીને 120 વંદે ભારત ટ્રેનો તૈયાર કરવાની યોજના ધરાવે છે. (સ્રોત: @dailytravelhac1/instagram)
તમને જણાવી દઈએ કે, હાલમાં વંદે ભારતમાં માત્ર ચેર કારની વ્યવસ્થા છે. એટલે કે, મુસાફરો આ ટ્રેનમાં બેસીને જ મુસાફરી કરી શકે છે, તેથી લાંબા અંતરની મુસાફરી માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પરંતુ હવે ટૂંક સમયમાં મુસાફરો વંદે ભારતથી લાંબા અંતરની મુસાફરી કરી શકશે. (સ્રોત: @dailytravelhac1/instagram)
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં સ્લીપર કોચ તૈયાર થઈ જશે અને તેઓ આવતા વર્ષ એટલે કે ફેબ્રુઆરી 2024થી ટ્રેક પર દોડવાનું શરૂ કરશે. (સ્રોત: @dailytravelhac1/instagram)