Protein Rich Vegetables | શું આ શાકભાજીમાં ઈંડા કરતાં વધુ પ્રોટીન હોય?
Protein Rich Vegetables | પ્રોટીનની ઉણપ પુરી કરવા માટે મોટાભાગના લોકો નોન ફૂડઓ સહારો લે છે, જેમાં ઈંડા, ચિકન, ફિશ ખાવાનું પસંદ કરે છે, પરંતુ તમને વેજ ફૂડ માંથી પણ ઈંડા કરતા પણ વધુ પ્રોટીન મળી શકે છે, અહીં એવા શાકભાજીની વાત કરી છે જેમાં ઈંડા કરતા પણ વધારે પ્રોટીન (vegetables have more protein than eggs) મળી શકે છે, અહીં જાણો
પ્રોટીનની ઉણપ પુરી કરવા માટે મોટાભાગના લોકો નોન ફૂડઓ સહારો લે છે, જેમાં ઈંડા, ચિકન, ફિશ ખાવાનું પસંદ કરે છે, પરંતુ તમને વેજ ફૂડ માંથી પણ ઈંડા કરતા પણ વધુ પ્રોટીન મળી શકે છે, અહીં એવા શાકભાજીની વાત કરી છે જેમાં ઈંડા કરતા પણ વધારે પ્રોટીન (vegetables have more protein than eggs) મળી શકે છે, અહીં જાણો
પાલક : પાલક એક લીલા પાંદડાવાળી શાકભાજી છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે ઘણી રીતે બનાવવામાં આવે છે જેમ કે શાકભાજી, લીલોતરી અને ક્યારેક સલાડ તરીકે પણ ખવાય છે.
પાલકમાં પ્રોટીન : પાલકમાં ઘણું આયર્ન હોય છે જે તમારા માટે ફાયદાકારક છે. પાલક પોષક તત્વોનો ભંડાર છે અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. એક કપ રાંધેલા પાલકમાં આશરે 5.4 ગ્રામ પ્રોટીન હોય છે.
મોરિંગા : મોરિંગા ફેટી એસિડ્સ, પ્રોટીન અને ફાઇબર જેવા આવશ્યક પોષક તત્વો સાથે તે પોટેશિયમ,ઝીંક, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા અન્ય પોષક તત્વોનો પણ સમૃદ્ધ સ્ત્રોત છે.
મોરિંગામાં પ્રોટીન : મોરિંગાના પાન અને શીંગો પ્રોટીનથી ભરપૂર હોય છે. ૧૦૦ ગ્રામ મોરિંગાના પાનમાં લગભગ ૯ ગ્રામ પ્રોટીન હોય છે. આ ઉપરાંત તેમાં ગાજર કરતાં વધુ વિટામિન A હોય છે. આ ઉપરાંત દૂધ કરતાં વધુ કેલ્શિયમ, પાલક કરતાં વધુ આયર્ન, નારંગી કરતાં વધુ વિટામિન C અને કેળા કરતાં વધુ પોટેશિયમ હોય છે.
લીલા વટાણામાં પ્રોટીન : વટાણા એક એવું શાક છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. એક કપ રાંધેલા લીલા વટાણામાં લગભગ 8 ગ્રામ પ્રોટીન હોય છે, જે એક ઈંડા કરતા ઘણું વધારે છે.