Monsoon travel : ચોમાસામાં ફોટોગ્રાફી કરવા માટેનું અદ્ભૂત સ્થળ, અમદાવાદથી માત્ર 3 કલાક દૂર
Vijaynagar polo forest travel destination : ચોમાસાના આહલાદક વાતાવરણમાં ફોટોગ્રાફી કરવાના શોખીનો માટે સ્વર્ગ સમાન જગ્યા બની જાય છે. આવી જ એક જગ્યા ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં આવેલી છે. જેનું નામ વિજયનગળના પોળો ફોરેસ્ટ.
Best destination for photography in monsoon : ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ ગયું છે. વરસાદ પડવાનો પણ શરુ થયો છે. વરસાદી માહોલમાં પહાડી વિસ્તારોમાં સજીવન થઈ જાય છે. ચારે બાજુ લીલોતરી છવાય જાય છે અને પહાડ પરથી ઝરણાં વહેતા થતાં સૌંદર્ય સોળે કળાયે ખીલી ઉઠે છે. (photo-Social media)
આવા આહલાદક વાતાવરણમાં ફોટોગ્રાફી કરવાના શોખીનો માટે સ્વર્ગ સમાન જગ્યા બની જાય છે. આવી જ એક જગ્યા ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં આવેલી છે. જેનું નામ વિજયનગળના પોળો ફોરેસ્ટ. અહીં ચોમાસામાં કૂદરત ખોબે ખોબે સૌંદર્ય વરસાવે છે. (photo-Social media)
ચોમાસા દરમિયાન વિજયનગરના જંગલોની મુલાકાત લેવી એ અદભુત અનુભવ આપે છે. પોલો ફોરેસ્ટ ગુજરાતની સરહદે આવેલું કૂદરતના ખોળે વસેલું સ્થળ છે. ચોમાસામાં અહીં ચારે બાજુ લીલોતરી છવાય જાય છે અને ઝરણાંઓ પણ એક્ટીવ થાય છે. તો ચાલો જાણીએ વિજયનગરના પોળો ફોરેસ્ટ વિશે.(photo-Social media)
રાજવી શાસકો નું શહેર પૂર્વ અને પશ્ચિમમાં પવિત્ર ટેકરીઓ વચ્ચે આવેલ સ્થળ છે. પોળોમાં પ્રાચીન મંદિરો આવેલા છે હજુ પણ આ ગાઢ જંગલની અંદર ત્યાં પૂજા થાય છે.(photo-Social media)
પ્રાચીન પોલો શહેર હરણાવ નદીની આસપાસ બાંધવામાં આવ્યું હતું, જે એક પ્રાચીન જળાશય છે જેની વાત પુરાણોમાં કરવામાં આવી છે. તેની સ્થાપના 10મી સદીમાં ઇડરના પરિહાર રાજાઓ દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.(photo-Gujarat tourism)
કુદરતી સૌદર્યથી ભરપુર રમણીય સ્થળ એવું પોળો ફોરેસ્ટ મોનસુન માટે બેસ્ટ છે. પોળો ફોરેસ્ટનો ઈતિહાસ પણ એટલો જ જાજરમાન છે. 15મી સદીમાં મારવાડના રાઠોડ રાજપૂતો દ્વારા તેને જીતી લેવામાં આવ્યું હતું. આ નામ પોલ પરથી ઉતરી આવ્યું છે, જે "ગેટ" માટેનો મારવાડી શબ્દ છે.photo-Gujarat tourism)
આદિવાસીઓ માટે પવિત્ર સ્થળ: પૂર્વમાં કલાલીયો, વિસ્તારના સૌથી ઊંચા શિખર અને પશ્ચિમમાં મામરેચી વચ્ચે બાંધવામાં આવ્યું હતું, જે સ્થાનિક આદિવાસીઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે.photo-Gujarat tourism)
કુદરતી પહાડોની ગિરિમાળા વચ્ચે આવેલું પોલો ફોરેસ્ટ જંગલ વિસ્તાર છે. આ જંગલ વન સંપદાથી ભરપુર છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં પોલો ફોરેસ્ટ આવેલું છે જે અમદાવાદથી 160 કિમી દૂર છે. એટલે કે અમદાવાદથી ત્રણ કલાકના અંતરે આવેલું છે. વિકેન્ડ પર ફેમિલી કે ફ્રેન્ડ્સ સાથે જવાનો પ્લાન કરો છો તો આ સ્થળ પરફેક્ટ છે. જ્યાં તમે ગરમીથી દૂર કુરદતના ખોળે વિકેન્ડની માજા માણી શકો છો.photo-Gujarat tourism)