Wedding Lehenga Fashion | સુહાના ખાન અને શનાયા કપૂર પેસ્ટલ લહેંગા લુક, લગ્ન પ્રસંગ માટે પરફેક્ટ
Wedding Lehenga Fashion | અહીં ફેમસ સેલિબ્રિટીઝ લુકના લહેંગા વિશે ચર્ચા કરી છે જે વેડિંગ આઉટફિટ માટે પરફેક્ટ છે, જેમાં ક્લાસિક લેહેંગામાં કન્ટેમ્પરરી ટ્વિસ્ટ ઉમેરી છે, સુહાના ખાન, શનાયા કપૂરના પેસ્ટલ કલર લહેંગા ડિઝાઇન વિષે ડિટેલમાં જાણો
લગ્ન સીઝન (Wedding Season) હવે શરૂ થઇ જશે. આ સીઝન માર્કેટમાં યુનિક સ્ટાઇલના વેડિંગ લહેંગા જોવા મળે છે પરંતુ ઘણી બધી પેટર્ન અને ડિઝાઇનમાં ખરીદનાર મુંઝવણમાં હોય છે કે કેવા ટ્રેન્ડિંગ લહેંગા ખરીદવા, એવામાં અહીં ફેમસ સેલિબ્રિટીઝ લુક એ લહેંગા વિશે ચર્ચા કરી છે જે વેડિંગ આઉટફિટ માટે પરફેક્ટ છે, અહીં ક્લાસિક લેહેંગામાં કન્ટેમ્પરરી ટ્વિસ્ટ ઉમેરી છે, સુહાના ખાન અને શનાયા કપૂરના પેસ્ટલ કલર લહેંગા ડિઝાઇન વિષે ડિટેલમાં જાણો
સુહાના ખાન ફેશન :સુહાના ખાનએ તાજેતરમાં જ પેસ્ટલ બ્લ્યુ અને પિન્ક લહેંગા પહેર્યો હતો. લહેંગાએ પ્યોર આર્ટિસ્ટિક પીસ છે અને હાથથી એમ્બ્રોઇડરી કરેલી ફ્લેમિંગો ડિઝાઇન ટચ સાથે ફ્લોરલ થીમ્સનનુ કોમ્બિનેશન કરવામાં આવ્યું છે. આ લુક સંગીત નાઈટ માટે બેસ્ટ છે.
સુહાના ખાન જવેલરી : સુહાના ખાનની જવેલરીની વાત કરીયે તો તેણે લહેંગા સાથે કોન્ટ્રાસ્ટ કરીને ગ્રીન અને પિન્ક ડાયમન્ડ વાળું ચોકર પસંદ કર્યું છે જેના પર લોન્ગ મેચિંગ ઈયરિંગ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે, આ ઉપરાંત એક હાથમાં બ્રેલસેટ પહેર્યું છે.
સુહાના ખાન હેરસ્ટાઇલ અને મેકઅપ : હેરસ્ટાઇલની વાત કરીયે તો તેણે કર્લી હેરમાં હાફ અપ હાફ ડાઉન હેરસ્ટાઇલ સાથે લુક કંપ્લીટ કર્યો છે જે ખુબજ એલિગન્ટ ટચ આપે છે, મેકઅપની વાત કરીયે તો તેણે પેસ્ટલ લહેંગા સાથે ગ્લોસી મિનિમલિસ્ટિક મેકઅપ કર્યો છે જેમાં આઈશેડો, આઇલાઇનર, કાજલ, હાઈલાઈટ અને ગ્લોસી બ્લશ ગાલ અને ન્યૂડ કલર મેટ લિપસ્ટિક પસંદ કરી છે.
શનાયા કપૂર લહેંગા : જાહન્વી કપૂરની કઝીન શનાયા કપૂર પર તેની યુનિક ફેશન સ્ટાઇલને લઈને જાણીતી છે તેણે મીમલિસ્ટિક છતાં ક્લાસિક લુક માટે પેસ્ટલ પેસ્ટલ બ્લુ લહેંગામાં લાઈટ ભરતકામ વાળું ગોલ્ડન બ્લાઉઝ અને મેચિંગ દુપટ્ટા સાથે લુક કંપ્લીટ કર્યો છે. તેણે ગોલ્ડન હાલ્ફ સ્લીવ બ્લાઉઝ પસંદ કર્યો છે જે એક અદભુત કોમ્બો કોન્ટ્રાસ્ટ લુક આપે છે.
શનાયા કપૂર જવેલરી : સ્ટેટમેન્ટ જ્વેલરી અને કમ્ફર્ટેબલ ગોલ્ડન ડાયમન્ડ નેક્લસ સાથે લુક કંપ્લીટ ર્ક્યો છે. જો તમે સંગીત સેરેમની યુનિક અને હટકે દેખાવા માંગતા હોવ તો આ લુક ટ્રાય કરી શકો છો.
સનાયા કપૂર મેકઅપ અને હેરસ્ટાઇલ : સનાયા કપૂર પરફેક્ટ લુક માટે નેચરલ લાઈટ મેકઅપ સાથે જવાનું પસંદ કર્યું છે તેણે ગાલ પર ગ્લોસી બ્લશ, કાજલ, આઇલાઇનર, મસ્કરા, હાઈલાઈટર અને ગ્લોસી પિન્ક લિપસ્ટિક સાથે લુક કંપ્લીટ કરોય છે. તેની હેરસ્ટાઇલની વાત કરીયે તો તેણે હાફ અપ હાફ ડાઉન હેરસ્ટાઇલમાં ગજરા સાથે કર્લી હેરમાં લુક કંપ્લીટ કર્યો છે.