Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Saputara-tourist-places.jpeg)
હિલ સ્ટેશન ઉનાળાની ગરમીમાં ફરવા માટે શ્રેષ્ઠ છે. ઉનાળામાં તાપમાન નીચું રહેતું હોવાથી લોકો હિલ સ્ટેશન ફરવા જવાનું વધારે પસંદ કરે છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ઘણા હિલ સ્ટેશન આવેલા છે, જે માત્ર ભારત જ નહીં દુનિયાભરમાં પ્રખ્યાત છે. ભારતના અમુક રાજ્યોમાં માત્ર એક જ હિલ સ્ટેશન છે, જો કે કુદરતી સુંદરતાના મામલે શિમલા મનાલીથી કમ નથી. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Haflong-Hill-Station-Trip.jpg)
હાફલોંગ અસમનું એક માત્ર હિલ સ્ટેશન છે. અહીં ઘણા ઝરણાં, તળાવ અને લીલાછમ જંગલ છે, જે નેચર લેવર માટે ફરવા લાયક શ્રેષ્ઠ સ્થળ છે. દરિયાની સપાટી પર 600 મીટર વધુ ઉંચાઇ પર આવેલા હાફલોંગ પર પ્રવાસીઓ ટ્રેકિંગ અને કેમ્પિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીનો રોમાંચ માણે છે. અહીં નજીકમાં જતિંગા છે, જે બર્ડ સુસાઇડ માટે જાણીતું છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Mount-Abu-hill-station-3.jpg)
ગુજરાત નજીક આવેલું માઉન્ટ આબુ રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન છે. 1220 મીટની ઉંચઇ પર સ્થિત અરવલ્લીની પર્વતમાળામાં વસેલું માઉન્ટ આબુ 22 કિમી લાંબુ અને 9 કિમી પહોંળુ છે. અહી લીલાછમ જંગલ, વન્ય અભ્યારણ, ઉંચા પહાડ, તળાવ માઉન્ટ આબુને પરફેક્ટ હિલ સ્ટેશન બનાવે છે. ગુરુ શિખર માઉન્ટ આબુની સૌથી ઉંચી ટોચ છે. અહીં ગુરુ શિખર, નકી લેક, દેલવાડા જૈન દેરાસર, અચલેશ્વર મહાદેવ મંદિર, અધ્ધર દેવી મંદિર, પીસ પાર્ક, માઉન્ટ આબુ વન્ય અભ્યારણ સહિત ઘણા જોવાલાયક સ્થળો છે. માઉન્ટ આબુ બારેય મહિના ફરવા લાયક જઇ શકાય છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Saputara-lake-Copy.jpg)
સાપુતારા ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે. ગાઢ જંગલ, ઝરણા, વન્ય પક્ષીઓ અને સૂર્યોદય સૂર્યાસ્તનો આકર્ષક નજારો પ્રવાસીઓને સાપુતારા ખેંચી લાવે છે. અહીંના તળાવમાં પ્રવાસીઓ પેડલ બોટ અને કેબલ કારમાં સવારી કરવાની મજા માણે છે. ટ્રેકિંગ અને હાઇકિંગના શોખીનો માટે સાપુતારા શ્રેષ્ઠ સ્થળ છે. ગાંધી શિખર, બોટનિકલ ગાર્ડન, ગિરા વોટરફોલ, મહલ ફોરેસ્ટ અન્ના માતા મંદિર, અંબાપાડા, ગિરમન ફોલ્સ સાપુતારા નજીક જોવાલાયક સુંદર સ્થળો છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Marni-hill-station.jpg)
મોરની હિલ્સ હરિયાણામું બહુ જ સુંદર હિલ સ્ટેશન છે. હરિયાણાનું આ એક માત્ર હિલ સ્ટેશન દિલ્હી અને ચંડીગઢના લોકો માટે બેસ્ટ પિકનિક સ્પોટ છે, જ્યાં શહેરની ભીડ દૂર શાંતિનો અનુભવ થાય છે. મોરની હિલ્સની નજીક ટિક્કર તાલ, ગુરુદ્વારા નાદ સાહિબ, મોરની ફોર્ટ સહિત ઘણા પ્રસિદ્ધ મંદિર જોવાલાયક છે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us