Weight Loss Tips : બદામનું સેવન કરવાથી ઉતરશે ઝડપથી વજન, જાણો બદામના વધુ ફાયદા
Weight Loss Tips In Gujarati : બદામ (almonds) માં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. તેથી બદામ વજન ઘટાડવા (weight loss tips) ઉપરાંત વિટામિન ઇનું સેવન હૃદય રોગ, કેન્સર અને અલ્ઝાઈમરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. વધુમાં અહીં વાંચો.
બદામ વિશ્વમાં સૌથી વધુ પોપ્યુલર ડાયફ્રુટ્સ પૈકીનું એક છે. નિષ્ણાતોના મતે, અત્યંત પૌષ્ટિક અને હેલ્થી ફેટ્સ, એન્ટીઑકિસડન્ટો, વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. બદામ (Almonds) શરીરને ફિટ રાખવા ઉપરાંત તેને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.
બદામ એન્ટી-ઓક્સિડન્ટ્સનો સારો સ્ત્રોત છે જે મુક્ત રેડિકલ સામે લડવામાં અને ચયાપચયને સુધારવામાં મદદ કરે છે. બદામમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ તણાવથી બચવામાં મદદરૂપ છે.
બદામ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં સક્ષમ છે. બદામ બ્લડ પ્રેશરની વધઘટને અટકાવે છે.અભ્યાસ દર્શાવે છે કે બદામ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને હાર્ટ એટેકને અટકાવે છે.
બદામમાં રહેલું મેગ્નેશિયમ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, બદામ ડાયાબિટીસના દર્દીઓ માટે સારી છે કારણ કે તેમાં તંદુરસ્ત ચરબી, પ્રોટીન અને ફાઇબર સારી માત્રામાં હોય છે.