Weight Loss Tips : વજન ઘટાડવા માટે બાબા રામદેવની આ ટિપ્સ ફોલૉ કરો
Weight Loss Tips : આયુર્વેદિક ગુરુ બાબા રામદેવ મુજબ, વજન કંટ્રોલ કરવા માટે કેટલાક ફૂડનું સેવન ખુબજ અસરકારક સાબિત થઇ શકે છે. જો 2 મહિના સુધી આ ફૂડનું સેવન કરવામાં આવે સરળતાથી વજન કંટ્રોલ કરી શકાય છે.
વધતું વજન માત્ર ન માત્ર કમર અને પેટની સાઈઝ વધારે છે પરંતુ કેટલીક બીમારીનું પણ કારણ બની શકે છે. જેમ કે, ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, હાર્ટને લગતી બીમારી, પિત્તાશયનો રોગ, ફેટી લીવર અને હાઈ કોલેસ્ટ્રોલનો વ્યક્તિને શિકાર બનાવે છે.
આયુર્વેદિક ગુરુ બાબા રામદેવ મુજબ, વજન કંટ્રોલ કરવા માટે કેટલાક ફૂડનું સેવન ખુબજ અસરકારક સાબિત થઇ શકે છે. જો 2 મહિના સુધી આ ફૂડનું સેવન કરવામાં આવે સરળતાથી વજન કંટ્રોલ કરી શકાય છે,
ખાસ દાલિયાનું સેવન કરો : બાબા રામદેવ અનુસાર, દલિયામાં ઘઉં, મગ, બાજરી, ચોખા, તલ અને અજમો મિક્ષ કરીને ખાસ કરીને દલિયા તૈયાર કરવામાં આવે છે. આ બધા મીલેટ્સ વજન કંટ્રોલ કરવામાં ખુબજ અસરદારક છે.
દૂધીનો જ્યુસ પીવો : વજન કંટ્રોલ કરવા માટે દૂધીનો જ્યુસ ખુબજ અસરદારક સાબિત થઇ શકે છે. આ જ્યુસમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે વેઇટ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ફાઈબર પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને ભૂખ ઓછી લાગે છે.
અશ્વગંધામાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે જે વેઇટલોસમાં અસરકારક સાબિત થાય છે. એન્ટી ઓક્સિડેન્ટ પ્રોપર્ટી મેટાબોલિઝ્મ લેવલ બુસ્ટ કરે છે અને ફેટ ઘટાડવામાં મદદગાર થઇ શકે છે.