Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Whatsapp-biggest-messaging-app-of-Meta.jpg)
વોટ્સએપ વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે અને તેના 2 અબજથી વધારે યુઝર્સ છે. ક્રોસ-પ્લેટફોર્મ સુસંગતતા અને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન તેને વપરાશકર્તાઓમાં, ખાસ કરીને ભારતમાં લોકપ્રિય બનાવવામાં મદદ કરે છે. મૂળ ફેસબુકની માલિકીના મેસેજ પ્લેટફોર્મે છેલ્લા કેટલાક મહિનાઓમાં મોટા અને નાના ઘણી ઉપયોગી ફિચર્સનો ઉમેરો કર્યો છે. જો તમે પણ વોટ્સએપનો ઉપયોગ કરો છો, તો અહીંયા વોટ્સએપના નવા પાંચ ફિચર્સ વિશે જાણકારી છે, જે દરેક વોટ્સએપ યુઝરે જાણવું મહત્વપૂર્ણ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/whatsapp-hd-photo-feature.jpg)
મેટા ઇન્કે આખરે એક નવું ફિચર રજૂ કર્યુ છે, જે વોટ્સએપ યુઝર્સને હાઇ ડેફિનેશન ઇમેજ એટલે કે એચડી ફોટો મોકલવાની મંજૂરી આપે છે. વોટ્સએપ યુઝર્સ હવે Android અને iOS બંને ડિવાઇસથી WhatsApp પર HD ફોટા મોકલી શકશે. તેવી જ રીતે, મેટા પણ WhatsApp પર HD વિડિયો-શેરિંગ ફિચર્સને સક્ષમ કરવા પર કામ કરી રહી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/whatsapp-instant-video-message.jpg)
તમે WhatsApp પર શોર્ટ વિડિયો સાથે મેસેજનો જવાબ આપી શકો છો. આ તદ્દન નવા ફિચર્સ વપરાશકર્તાઓને મિત્રો અને પરિવારો સાથે ચેટ કરતી વખતે શોર્ટ વિડિયો મોકલવાની મંજૂરી આપે છે, જે મેટાના વોટ્સએપ પર ચેટિંગ એક્સપિરિયન્સમાં એક નવું પરિમાણ ઉમેરે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/whatsapp-massege-safety-features.jpg)
WhatsApp પર અજાણ્યા વ્યક્તિઓના કૉલ્સથી કંટાળી ગયેલા લોકો માટે, મેટા ઇન્કે મેસેજિંગ પ્લેટફોર્મ પ્રાયવસી વધારવા માટે અજાણ્યા નંબરો પરથી કૉલને ઑટોમેટિક મ્યૂટ કરવાની મંજૂરી આપે છે. યુઝર્સ હવે અજાણ્યા લોકોના અનિચ્છનીય ઑડિયો અને વિડિયો કૉલ્સથી દૂર રહેવા માટે મ્યૂટ અનનોન કોલ ઓપ્શનને ઇનેબલ ઓપ્શન્સને સક્ષમ કરી શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/whatsapp-phone-call-mute-feature.jpg)
વોટ્સએપ પર ઉતાવળમાં મેસેજ મોકલ્યો અને તમે તેને ફરી રીપીટ કરવા માંગો છો? હવે તમે WhatsApp પર પણ આવું કરી શકો છો, જ્યાં પ્લેટફોર્મ હવે વપરાશકર્તાઓને WhatsApp પર ટેક્સ્ટ મેસેજને એડિટ કરવાની મંજૂરી આપે છે. જો કે, વ્યક્તિ ફક્ત 15 મિનિટની અંદર ટેક્સ્ટ મેસેજને એડિટ કરી શકે છે, અને જ્યારે મેસેજ એડિટ થશે, ત્યારે પ્રાપ્તકર્તાને તેની જાણકારી મળશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/whatsapp-message-edit-feature.jpg)
WhatsApp હવે ચેટ લૉકને સપોર્ટ કરે છે, જ્યાં, વપરાશકર્તાઓ ચોક્કસ ચેટ્સને લૉક કરી શકે છે જેને ફક્ત ઓથેન્ટિકેશનની સાથે જ ઍક્સેસ કરી શકાય છે, જે પ્રાયવસીનું વધુ એક પરિબળ ઉમેરે છે. ખાસ કરીને તેવા લોકો માટે જેમણે તેમના સ્માર્ટફોનને અન્ય લોકો સાથે શેર કરવો પડી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us