Dawood Ibrahim : જ્યારે દાઉદ ઈબ્રાહિમનું નામ આ 29 વર્ષ નાની પાકિસ્તાની અભિનેત્રી સાથે જોડાયું હતું
Dawood Ibrahim : દાઉદ ઈબ્રાહિમ વર્ષોથી પાકિસ્તાનમાં બેસીને તેના અપરાધના કામો કરી રહ્યો છે. પાકિસ્તાનમાં ISI સાથે તેના સારા સંબંધો છે એટલું જ નહીં પરંતુ ત્યાંની ફિલ્મ અભિનેત્રીઓ સાથે પણ તેનું નામ જોડવામાં આવ્યું છે
Dawood Ibrahim : દાઉદ ઈબ્રાહિમ વર્ષોથી પાકિસ્તાનમાં બેસીને તેના અપરાધના કામો કરી રહ્યો છે. પાકિસ્તાનમાં ISI સાથે તેના સારા સંબંધો છે એટલું જ નહીં પરંતુ ત્યાંની ફિલ્મ અભિનેત્રીઓ સાથે પણ તેનું નામ જોડવામાં આવ્યું છે
1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોનો માસ્ટરમાઈન્ડ અને 26/11ના આતંકવાદી હુમલાનો ગુનેગાર ડોન દાઉદ ઈબ્રાહીમ ફરી એકવાર હેડલાઈન્સમાં છે. સમાચાર છે કે દાઉદ ઈબ્રાહિમને કરાચીમાં ઝેર આપવામાં આવ્યું છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે તે હોસ્પિટલમાં ગંભીર અવસ્થામાં છે. જોકે આ સમાચારની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.દાઉદ ઈબ્રાહિમ વર્ષોથી પાકિસ્તાનમાં બેસીને તેના અપરાધના કામો કરી રહ્યો છે. પાકિસ્તાનમાં ISI સાથે તેના સારા સંબંધો છે એટલું જ નહીં પરંતુ ત્યાંની ફિલ્મ અભિનેત્રીઓ સાથે પણ તેનું નામ જોડવામાં આવ્યું છે.વર્ષ 2020 માં, સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે દાઉદ ઇબ્રાહિમ તેના કરતા 29 વર્ષ નાની અભિનેત્રી અને મોડલ મેહવિશ હયાત સાથે રિલેશનશિપમાં છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે 2019માં મેહવિશ હયાતને પાકિસ્તાનના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન તમગા-એ-ઈમ્તિયાઝથી નવાજવામાં આવ્યા હતા. ચાલો જાણીએ કોણ છે મેહવિશ હયાત.મેહવિશ હયાત એક પાકિસ્તાની અભિનેત્રી અને ગાયિકા છે. મેહવિશ શરૂઆતમાં ફિલ્મોમાં આઈટમ નંબર કરતી હતી.ફિલ્મોમાં કામ કરતી વખતે તે દાઉદ ઈબ્રાહિમના સંપર્કમાં આવી હતી. દાઉદના પ્રભાવને કારણે તેને મોટી ફિલ્મોમાં કામ મળવા લાગ્યું હતું.દાઉદ ઉપરાંત મેહવિશના પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે પણ સારા સંબંધો છે.મેહવિશના પાકિસ્તાનના ઘણા પ્રભાવશાળી રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સાથે પણ સારા સંબંધો છે.તમગા-એ-ઈમ્તિયાઝથી નવાજવામાં આવ્યા બાદ આવી વાતોએ જોર પકડ્યું કે આવું એટલા માટે થયું કારણ કે તે દાઉદ સહિત ઘણા શક્તિશાળી લોકોના સંપર્કમાં હતી.પાકિસ્તાની અભિનેત્રી મેહવિશ હયાત તમામ તસવીરોઃ સોશિયલ મીડિયા