ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચહલ સાથે જોવા મળેલી મિસ્ટ્રી ગર્લ કોણ છે? જાણો
Who Is RJ Mahvash : યુઝવેન્દ્ર ચહલ સાથે દુબઈમાં ફાઇનલમાં જોવા મળેલી મિસ્ટ્રી ગર્લ આરજે માહવાશ હતી. બંને પહેલા પણ ઘણી વાર સાથે જોવા મળ્યા છે. હાલમાં બંનેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
Champions Trophy 2025 : આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત ચેમ્પિયન બન્યું છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ત્રીજી વખત ટાઇટલ જીત્યું છે.(Photo: Twitter)
ફાઇનલ જોવા માટે ક્રિકેટ સ્ટેડિયમમાં ચાહકો વચ્ચે યુઝવેન્દ્ર ચહલ પણ જોવા મળ્યો હતો. પરંતુ યુઝવેન્દ્ર ચહલ આ મેચ જોવા માટે એકલા આવ્યો ન હતો. આ દરમિયાન તેની સાથે એક મિસ્ટ્રી ગર્લ પણ જોવા મળી હતી. (Photo: Twitter)
આ દરમિયાન આરજે માહવાશ સફેદ રંગના ટી-શર્ટ અને કાળા ચશ્મામાં જોવા મળી હત. જ્યારે યુઝવેન્દ્ર ચહલ બ્લેક કપડા અને બ્લેક ચશ્મામાં જોવા મળ્યો હતો. (Photo: Twitter)
હાલમાં બંનેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તમે જોઈ શકો છો કે યુઝવેન્દ્ર અને માહવાશ મેચનો આનંદ માણી રહ્યા છે. (Photo: Mahvash/Insta)
તમને જણાવી દઈએ કે યુઝવેન્દ્ર ચહલે આ વર્ષે જાન્યુઆરીમાં ધનશ્રીથી છૂટાછેડા લીધા હતા. આ પછી આરજે માહવાશ સાથે ડેટ કરવાની અફવાઓ ઉડવા લાગી હતી. જોકે માહવાશે ડેટિંગના સમાચારોને અફવા ગણાવ્યા છે. (Photo: Mahvash/Insta)