Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/car-engine.jpg)
કાર મેન્ટેનન્સ કરાવવું જેટલું ઉનાળામાં જરૂરી છે એટલું જ શિયાળાના ઠંડા હવામાનમાં પણ આવશ્યક છે. ઠંડા હવામાનમાં ગાડીઓ યોગ્ય રીતે ચાલુ થતી નથી, પરિણામે મોટાભાગના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આપણ જાણીયે છીએ કે, શિયાળાની ઠંડી શરૂ થવાની પહેલા કાર મેન્ટેનન્સ કરાવવું જરૂરી હોય છે, જેથી ગાડી ચલાવતી કોઇ સમસ્યા ન આવે કે રસ્તા વચ્ચે કાર બંધ ન થઇ જાય છે. ચાલો જાણીયે શિયાળામાં કાર મેન્ટેનન્સ કરવાની સરળ રીત (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/car-battery-price.jpg)
ઠંડા હવામાનમાં કારની બેટરી પર વધારાનો લોડ આવે છે, જેના કારણે બેટરી બહુ જલદી ખરાબ થઇ જાય છે. આથી ઠંડીની સીઝન શરૂ થવાની પહેલા જ કાર બેટરીની કન્ડિશન, ટર્મિનલ અને ચાર્જિંગ સિસ્ટમ એક વાર ચેક કરાવી લો. જો જૂની બેટરી યોગ્ય રીતે કામ કરતી ન હોય તો નવી બેટરી ફીટ કરાવ લો. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/car-maintenance-service-tips-in-gujarati.jpg)
ઠંડીની સીઝનમાં એન્જિન ઓઇલ જાડું થઇ જાય છે, એવા સ્થિતિમાં એન્જિન પાર્ટ સારી રીતે કામ કરી શકતા નથી. શિયાળાની ઠંડીની સીઝન શરૂ થવાન પહેલા એન્જિન ઓઈલ અને ઓઈલ ફિલ્ડર ચેક કરાવી લો અને જરૂર જણાય તો બદલાવી લો. આમ કરવાથી કાર એન્જિનનું આયુષ્ય પણ વધી જાય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/car-tyre-air-pressure-check.jpg)
શિયાળામાં જ્યાં બફર પડે છે ત્યાં ટાયર સ્લીપ થવાની શક્યતા વધી જાય છે. ઘણી વખત શિયાળામાં પણ વરસાદ પડે છે, જેના કારણે રોડ રસ્તા લપસણા થઇ જાય છે. આથી કોઇ અકસ્માતથી બચવા માટે કારના ટાયરનું પ્રેશર નિયમિત ચેક કરાવતા રહો. ટાયરમાં એર પ્રેશર યોગ્ય હોવાથી ટાયરની ગ્રિપ અને માઈલેજ સારી રહે છે. જો ટાયર ઘસાઇ ગયા હોય તો ટાયર સત્વરે ચેન્જ કરાવી લો. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/car-heater-care-tips.jpg)
શિયાળામાં કારની અંદર હીટરની ઘણી વખત જરૂર પડે છે. તો વિંડશીલ્ડ પર જામેલી ધૂળ સાફ કરવામાં મદદ કરે છે. સાથે જ ડિફોગર પણ યોગ્ય રીતે કામ કરે છે. આથી શિયાળાની પહેલા કાર હિટર અને ડિફોગર ચેક કરાવી લેવા જોઇએ જેથી ઠંડીની સીઝનમાં કારની અંદર ગરમી મળે અને વિઝન ક્લિયર રહે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/winter-car-maintenance-service-tips.jpg)
શિયાળાની શરૂઆત પહેલા એન્જિનને ઠંડી સામે રક્ષણ આફવા માટે તમારે કુલેન્ટની યોગ્ય માત્રા અને તેની ગુણવત્તા ચેક કરાવી લેવી જોઇએ. કુલેન્ટનું યોગ્ય મિશ્રણ એન્જિનને ઓવરહિટિંગ અે ઠંડી સામે રક્ષણ કરવાનું કામ કરે છે. આ સાથે જ રેડિયેટરની પણ સાફસફાઇ કરાવી લેવી જોઇએ. (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us