Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/World-EV-Day-2024.jpg)
વર્લ્ડ ઇવી દિવસ દર વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. વિશ્વ ઇવી દિવસની ઉજવણીનો હેતુ દુનિયાભરમાં બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવાનો છે. પેટ્રોલ ડીઝલ અને ગેસ જેવા અશ્મિભૂત ઇંધણ ભવિષ્યમાં સમાપ્ત થવાના છે ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ એક મજબૂત વિકલ્પ બની રહ્યા છે. ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનથી પ્રદૂષણ ફેલાતું ન હોવાથી તે પર્યાવરણ ફ્રેન્ડલી છે. ભારતમાં પણ ધીમે ધીમે ઇલેક્ટ્રિક વાહનો લોકપ્રિય થઇ રહ્યા છે. જો તમે પણ ઇવી ટુ વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો તો અહીં ભારતમાં લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કુટર અને બાઇકની યાદી આપવામાં આવી છે, જે તમને મદદરૂપ થશે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/ola-roadster-electric-bike-price-speed.jpg)
ઓલા ઈલેક્ટ્રિક ભારતની પ્રખ્યાત ઈલેક્ટિક વ્હીકલ મેન્યુફેક્ચર્સ કંપની છે. તાજેતરમાં કંપનીએ 15 ઓગસ્ટ પર ઇલેક્ટ્રિક બાઈક ઓલા રોડસ્ટર બાઇક સિરીઝ લોન્ચ કરી હતી. આ ઇલેક્ટ્રિક બાઇકના 3 વેરિયન્ટ - ઓલા રોડસ્ટર એક્સ, ઓલા રોડસ્ટર અને ઓલા રોડસ્ટર પ્રો લોન્ચ કરવામાં આવ્યા છે, જેમની બુકિંગ થોડાક દિવસમાં શરૂ થવાની છે. ઓલા રોડસ્ટર બાઈકના આરંભિક મોડલની કિંમત 74999 રૂપિયા એક્સ શોરૂમથી શરૂ થાય છે અને ટોપ મોડલની કિંમત 249999 રૂપિયા સુધી છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Ultraviolette-F77-Mach-2.jpg)
અલ્ટ્રાવાયોલેટ એફ77 મેક 2 ઇલેક્ટ્રિક બાઇક સિંગલ ચાર્જ પર 323 કિમી રેન્જ આપે છે. આ ઈલેક્ટ્રિક બાઇકની કિંમત 2.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. લેટેસ્ટ અલ્ટ્રાવાયોલેટ એફ77 મેક 3 બાઇકમાં 10.3 kWh બેટરી પેક આવે છે,જે 100Nm ટોર્ક જનરેટ કરે છે. આ ઇલેક્ટ્રિક બાઇખ 2.8 સેકન્ડમાં 0-60 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. આઈ ઇલેક્ટ્રિક બાઇકમાં રિજન, ટ્રેક્શન કન્ટ્રોલ અને રાઇડ મોડ સામેલ છે. (Express Photo)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Oben-Rorr.jpg)
ઓબેન રોર ઇલેક્ટ્રિક બાઇકમાં 8 કિલોવોટની મોટર આવે છે, જે માત્ર 3 સેકન્ડમાં 0 થી 40 Kmphની સ્પીડ પકડી લે છે. આ ઈવી બાઇકની ટોપ સ્પીડ 100 કિમી પ્રતિ કલાક છે. ઇલેક્ટ્રિક બાઈકમાં LFP બેટરી આપવામાં આવી છે, જે બેટરી લાઈફને બમણી કરે છે. કંપની એવો દાવો કરે છે કે, આ ઇલેક્ટ્રિક બાઇક માત્ર 2 કલાકમાં સંપૂર્ણપણે ચાર્જ થઇ જાય છે. સિંગચ ચાર્જમાં આ ઇલેક્ટ્રિક બાઈક 187 કિમી દોડે છે. ઓબેન રોર ઇલેક્ટ્રિક બાઇકની કિંમત 1.49 લાખ રૂપિયા એક્સ શો રૂમથી શરૂ થાય છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Okaya-Ferrato-Disruptor-.jpg)
ઓકાયા ફેસટો ડિસરપ્ટર દેશન એવી પ્રથમ ઇલેક્ટ્રિક બાઈક છે, જે એક્ઝોસ્ટ સાઉન્ડ સાથે આવે છે. આ ઇ બાઇકમાં અલગથી સાઉન્ડ બોક્સ આપવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક બાઇકની એક્સ શોરૂમ કિંમત 1.59 લાખ રૂપિયા છે. આ ઈલેક્ટ્રિક બાઇક સિંગલ ચાર્જમાં 129 કિમી માઇલેજ રેન્જ આપે છે. આ ઇલેક્ટ્રિક બાઈક 3 રાઇડિંગ મોડ સાથે આવે છે, જેમાં સિટી, ઇકો અને સ્પોર્ટ્સ મોડ સામેલ છે. આ ઇલેક્ટ્રિક બાઈકમાં 17 ઇંચના એલોય વ્હીલ મળે છે અને બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક આવે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Revolt-RV400.jpg)
રિવોલ્ટ આરવી400 ઇલેક્ટ્રિક બાઇકની ટોપ સ્પીડ 45 કિમી પ્રતિ કલાક છે. આ ઇ બાઇક 150 કિમીની માઇલેજ રેન્જ આપે છે. બાઇકમાં 3 રાઇડિંગ મોડ્સ - ઇકો, નોર્મલ અને સ્પોર્ટ્સ મળે છે. ઇલેક્ટ્રિક બાઇકમાં એલઇડી લાઇટ્સ, યુએસડી ફોર્ક્સ, ડિસ્ક બ્રેક, 17 ઇંચના ટાયર સહિત ઘણા શાનદાર ફીચર્સ આવે છે. ઇલેક્ટ્રિક બાઈક રિવોલ્ટ આરવી400ની કિંમત 123750 રૂપિયાથી શરૂ થાય છે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us