Year Ender 2024: વર્ષ 2024માં લોન્ચ થયેલા ટોપ 5 સ્માર્ટફોન, કિંમત ₹ 25000 થી નીચે
Year Ender 2024, Top 5 Smartphone Launch Under 25000: વર્ષ 2024માં ઘણા શાનદાર સ્માર્ટફોન લોન્ચ થયા છે. અહીં 25000 થી ઓછી કિંમતમાં લોન્ચ થયેલા શ્રેષ્ઠ 5 શાનદાર સ્માર્ટફોન વિશે જાણકારી આપવામાં આવી છે.
Best 5 Smartphone launch in India 2024 Under 25000 Rupee વર્ષ 2024 સ્માર્ટફોન મામલે બહુ ખાસ રહ્યું છે. 2024માં ભારતીય બજારમાં ઘણા શાનદાર અને પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ થયા છે. સેમસંગ, રિયલમી થી લઇ શાયોમી રેડમી સુધી ઘણી મોબાઇલ કંપનીઓએ દરેક બજેટ સેગમેન્ટમાં સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. જો તમે દમદાર ફીચર્સ વાળો સ્માર્ટફોન મીડિયમ બજેટમાં ખરીદવાનો વિચારી રહ્યા છો તો અમે તમારી મદદ કરીશું. અહીં 25000 થી ઓછી કિંમતમાં ચાલુ વર્ષે લોન્ચ થયેલા શાનદાર સ્માર્ટફોન વિશે જાણકારી આપવામાં આવી છે. (Freepik Photo)
Redmi Note 14 Pro : રેડમી નોટ 14 પ્રો રેડમી નોટ 14 પ્રો સ્માર્ટફોન તાજેતરમાં જ લોન્ચ થયો છે. Redmi Note 14 Pro સ્માર્ટફોનમાં 8GB RAM અને 256 GB સુધી સ્ટોરેજ આવે છે. આ લેટેસ્ટ રેડમી સ્માર્ટફોનની કિંમત 24999 રૂપિયાથી શરૂ થાય છે. તેમા 6.67 ઇંચની ડિસ્પ્લે, મીડિયાટેક ડાયમેન્સિટી 7300 અલ્ટ્રા ચિપસેટ, 50MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. રેડમી નોટ 14 સ્માર્ટફોનમાં 5500mAh બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. (Express Photo)
Motorola Edge 50 Fusion : મોટોરોલા એજ 50 ફ્યુઝન મોટોરોલા એજ 50 ફ્યુઝન સ્માર્ટફોન મે 2024માં લોન્ચ થયો હતો. આ સ્માર્ટફોન 22999 રૂપિયાની પ્રારંભિક કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની Full HD 3D કર્વ્ડ pOLED ડિસ્પ્લે અને Qualcomm Snapdragon 7s Gen 2 ચિપસેટ આવે છે. મોબાઇલમાં 50MP કેમેરા અને 5000mAh બેટરી આપવામાં આવી છે. (Express Photo)
iQOO Z9s Pro : આઈક્યુ ઝેડ9એસ પ્રો iQOO Z9s Pro સ્માર્ટફોન 12 જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનેલ સ્ટોરેજ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 6.77 ઇંચનીAMOLED ડિસ્પ્લે આવે છે. આ હેન્ડસેટમાં Qualcomm Snapdragon 7 Gen 3 પ્રોસેસર અને 50 MPનો મેઇન કેમેરા છે. આ સ્માર્ટફોન 24999 રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. (Express Photo)
Realme 13+ 5G : રિયલમી 13 પ્લસ 5જી રિયલમી 13 પ્લસ 5જ સ્માર્ટફોન ઓગસ્ટમાં લોન્ચ થયો હતો. આ સ્માર્ટફોનમાં 12 જીબી સુધી રેમ અને 256 જીબી સુધી સ્ટોરેજ આવે છે. સ્માર્ટફોન 22999 રૂપિયાની આરંભિક કિમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. સ્માર્ટફોનમાં 50 એમપીનો મેઇન કેમેરા, 5000mAh બેટરી અને 80W ચાર્જિંગ સપોર્ટ આવે છે. ફોન 16 MPના ફ્રન્ટ કેમેરા સાથે સજ્જ છે. (Photo: @realmeIndia)
OnePlus Nord CE4 : વનપ્લસ નોર્ડ સીઇ4 વનપ્લસ નોર્ડ સીઇ4 સ્માર્ટફોન એપ્રિલમાં લોન્ચ થયો હતો. OnePlus Nord CE4 સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 7 Gen 3, 5500mAh બેટરી અને 6.78 ઇંચની Full HD+ AMOLED ડિસ્પ્લે આવે છે. આ હેન્ડસેન્ટમાં 100W SUPERVOOC ચાર્જિંગ સપોર્ટ આવે છે. આ વનપ્લસ સ્માર્ટફોનમાં 8GB RAM સાથે 256 GB સ્ટોરેજ આવે છે. વનપ્લસ નોર્ડ સીઇ4 સ્માર્ટફોન 24999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. (Photo: OnePlus)