Sports Year Ender 2024 : ટી 20 વર્લ્ડ કપ નહીં આ ઇવેન્ટ સૌથી વધુ થઇ સર્ચ, જાણો ટોપ-10 યાદી
Sports Year Ender 2024 : ગુગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલી ટોપ 10 સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં પાંચ ક્રિકેટની છે જ્યારે અન્ય પાંચ ટૂર્નામેન્ટમાં કબડ્ડીની એક, ફૂટબોલની ત્રણ અને ઓલિમ્પિકનો સમાવેશ થાય છે. સર્ચ લિસ્ટ દર્શાવે છે કે ભારતમાં ક્રિકેટને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે
Sports Year Ender 2024 : 2024નું વર્ષ પુરું થવાને હવે થોડા દિવસોની વાર છે અને લોકો નવા વર્ષના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે. સ્પોર્ટ્સમાં જોવા જઈએ તો 2024નું વર્ષ ભારત માટે શાનદાર રહ્યું હતું. ભારતે 17 વર્ષના દુષ્કાળનો અંત આણતા આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. જોકે 2024ના વર્ષમાં ગુગલ પર સૌથી વધારે સર્ચ થનાર સ્પોર્ટ્સ ઇવેન્ટ આઈપીએલ બની છે. જે દર્શાવે છે કે ભારતમાં આઈપીએલનો ક્રેઝ ઘણો વધારે છે. અમે અહીં 2024માં ભારતમાં સર્ચ થયેલી ટોપ 10 ઇવેન્ટ વિશે જણાવી રહ્યા છીએ.
ઇન્ડિયન પ્રીમિયર લીગ : ટી 20 વર્લ્ડ કપ 2024ની જીત પછી પણ Google પર તેના સર્ચ ટ્રેન્ડે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં IPL પ્રત્યેનો પ્રેમ અને જુસ્સો હજુ પણ ઘણો વધારે છે. ભારતમાં 2024માં ગુગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ટૂર્નામેન્ટ T20 વર્લ્ડ કપ નહીં પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) બની છે. આ વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ આઈપીએલમાં ચેમ્પિયન બની હતી. નવો ઈતિહાસ રચ્યો છે. કેકેઆરે ફાઇનલમાં સનરાઇઝર્સ હૈરદારાબાદ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો (તસવીર - સોશિયલ મીડિયા)
ટી 20 વર્લ્ડ કપ 2024 : વર્ષ 2024ની સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં ટી-20 વર્લ્ડ કપને બીજું સ્થાન મળ્યું છે. આ વર્ષે ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ ટી 20 વર્લ્ડ કપનું ટાઇટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. રોહિત શર્માની આગેવાનીમાં ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે રોમાંચક વિજય મેળવ્યો હતો. (તસવીર - આઈસીસી)
ઓલિમ્પિક્સ 2024 : 2024નો ઓલિમ્પિક ફ્રાન્સના પેરિસમાં રમાયો હતો. ભારતીયો ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને કારણે ઓલિમ્પક્સ આ વખતે ગુગલ સર્ચમાં ત્રીજા સ્થાને રહ્યું છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને કુલ 6 મેડલ મળ્યા હતા. જેમાં 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સામેલ છે. મનુ ભાકર, નીરજ ચોપડા અને હોકી ટીમને મેડલ મળ્યો હોવાના કારણે ઓલિમ્પિક્સ સતત ચર્ચામાં રહ્યું હતું. (Photo: @bhakermanu)
પ્રો કબડ્ડી લીગ : આઈપીએલની જેમ રમાતી પ્રો કબડ્ડી લીગ ભારતમાં ઘણી લોકપ્રિય છે. તેનો પુરાવો ગુગલની સર્ચ લિસ્ટમાં પણ જોવા મળે છે. ભારતની આ લોકપ્રિય લીગ ચોથા સ્થાને રહી છે. દર વર્ષે કબડ્ડી પ્રેમીઓની સંખ્યા વધી રહી છે. (તસવીર - સોશિયલ મીડિયા)
ઈન્ડિયન સુપર લીગ (ISL): ભારતમાં ફૂટબોલ પ્રેમીઓ પણ ઘણા છે. ફૂટબોલ લીગે પણ ભારતીયોનું ધ્યાન ખેંચ્યું છે અને ટોપ 5માં સ્થાન મેળવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં પણ આઈપીએલની જેમ દેશ વિદેશના ખેલાડીઓ ફ્રેન્ચાઇઝી તરફથી રમે છે. (તસવીર - સોશિયલ મીડિયા)
વુમેન્સ પ્રીમિયર લીગ (WPL): આઈપીએલની સફળતા પછી મહિલા ક્રિકેટરો માટે વુમેન્સ પ્રીમિયર લીગ શરૂ કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં દેશ-વિદેશની મહિલા ક્રિકેટરો ભાગ લેશે. 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ ચેમ્પિયન બની હતી. જે આ વર્ષે ભારતમાં ગુગલ સર્ચમાં છઠ્ઠા ક્રમે હતી. (તસવીર - સોશિયલ મીડિયા)
કોપા અમેરિકા : કોપા અમેરિકા દક્ષિણ અમેરિકાની એક ફૂટબોલ ટૂર્નામેન્ટ છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટૂર્નામેન્ટે પણ ભારતીય પ્રેક્ષકોમાં ઉત્સુકતા જગાવી છે. કોપા અમેરિકા કપ ભારતીયોને પસંદ પડ્યો છે. તે ગુગલ સર્ચ લિસ્ટમાં સાતમાં સ્થાને છે. (તસવીર - સોશિયલ મીડિયા)
દુલીપ ટ્રોફી: દુલીપ ટ્રોફી ભારતની સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટ છે. આ ટૂર્નામેન્ટ પણ ટોપ સર્ચ લિસ્ટમાં સામેલ હતી. આ વખતે દુલીપ ટ્રોફીમાં ઝોનના બદલે ઇન્ડિયા એ, ઇન્ડિયા બી, ઇન્ડિયા સી અને ઇન્ડિયા ડી ટીમો વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ઇન્ડિયા-એ ની ટીમ ચેમ્પિયન બની હતી. (તસવીર - @BCCIdomestic)
UEFA યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ : આ યુરોપની પ્રતિષ્ઠિત ફૂટબોલ ટૂર્નામેન્ટ છે. જે ભારતીયોમાં ચર્ચાનો વિષય બની હતી. આ ટૂર્નામેન્ટમાં યુરોપની ટીમો વચ્ચે જંગ જોવા મળે છે. (તસવીર - સોશિયલ મીડિયા)
અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ: યુવા ક્રિકેટરો માટેની આ ઇવેન્ટ પણ ભારતમાં ઘણી ચર્ચામાં રહી હતી. જેના કારણે ગુગલ સર્ચમાં ટોપ 10 સ્પોર્ટ્સ ઇવેન્ટમાં સ્થાન પામી છે. ઓસ્ટ્રેલિયાની યુવા ટીમ અંડર-19માં ચેમ્પિયન બની હતી. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે વિજય મેળવ્યો હતો. (તસવીર - સોશિયલ મીડિયા)