Year Ender 2024: ઉદયપુર કે શિમલા નહીં ફરવા માટે આ સ્થળ છે ભારતીયોની પહેલી પસંદ, 2024ના ગૂગલ સર્ચ ટોપ 10 પ્રવાસ સ્થળ
Year Ender 2024 Top 10 Travel Destinations By Indian 2024: પ્રવાસી પ્રેમી ભારતીયો દેશ અને વિદેશમાં ફરવા માટે ઉત્સુક હોય છે. વર્ષ 2024માં ભારતીયો દ્વારા ગૂગલ પર સર્ચ કરવામાં આવેલા ટોપ 10 સ્થળના નામ અને આકર્ષણ વિશે જાણકારી આપવામાં આવી છે. (Photo : Freepik)
ગૂગલ સર્ચમાં ટોપ 10 પ્રવાસ સ્થળ 2024 સમાપ્ત થઇ રહ્યું છે. 2024ની વિદાય અને 2025 ન્યુ યર સેલિબ્રેશનને યાદગાર બનાવવા માટે બહાર ફરવા જવાનો પ્લાન તૈયાર થઇ રહ્યા છે. ભારતીયો દેશ અને વિદેશમાં ફરવા માટે સતત નવા સ્થળો વિશે સર્ચ કરતા હોય છે. અહીં 2024માં ભારતીયો દ્વારા સૌથી વધુ ગૂગલ સર્ચ કરવામાં આવેલા સ્થળો અને આકર્ષણ વિશે જાણકારી આપવામાં આવી છે. ગૂગલ સર્ચના ટોપ 10 પ્રવાસ સ્થળોમાં 5 વિદેશ અને 5 દેશની અંદર આવેલા છે. (Photo : Freepik)
Azerbaijan : અઝરબૈજાન અઝરબૈજાન વર્ષ 2024માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા પ્રવાસ સ્થળમાં નંબર 1 આવે છે. અઝરબૈજાન ઐતિહાસિક ઇમારત અને કુદરતી સૌંદર્ય માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. ભારતમાંથી જાન્યુઆરી થી જુલાઇ 2024 દરમિયાન 1.40 લાખ પ્રવાસીઓ અઝરબૈજાન ફરવા ગયા હતા. પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી હતી. (Photo : Freepik)
Bali : બાલી બાલી, ઈન્ડોનેશિયાનું એક પ્રખ્યાત શહેર તેના અદભુત દરિયા કિનારા, પ્રાચીન મંદિર માટે પ્રખ્યાત છે. આ સ્થળ દુનિયાભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. બાલીની મુખ્ય આકર્ષક સ્થળોમાં સેમિન્યાક અને નુસા દુઆ સૌથી વધુ પ્રખ્યાત છે. (Photo : Freepik)
Kazakhstan : કઝાકિસ્તાન કઝાકિસ્તાન વર્ષ 20023માં ભારતમાંથી માત્ર 29000 લોકો ફરવા ગયા હતા, જો કે 2024માં પ્રવાસીઓની સંખ્યા 49 ટકા વધી છે. અહીં પ્રવાસીઓને વીઝા ફ્રી એન્ટ્રી મળે છે, જેના લીધે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કઝાકિસ્તાન ફરવા પહોંચી રહ્યા છે. (Photo : Freepik)
Georgia : જ્યોર્જિયા જ્યોર્જિયા યુરોપ અને એશિયાની વચ્ચે વસેલું આ શહેર ઘણું સુંદર અને પર્વતોથી ઘરાયેલું છે. આ એક ઐતિહાસિક શહેર છે, જે લાખો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષીત કરે છે. આ દેશ પોતાના અદભુત ઐતિહાસિક વિરાસત અને સુંદર દ્રશ્યો માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. (Photo : Freepik)
Malaysia : મલેશિયા મલ્ટીકલ્ચર જેમ, જી હાં, મલેશિયા એક માત્ર એવો દેશ છે જેને બહુસાંસ્કૃતિ માનવામાં આવે છે. અહીં ભારત, ચીન, મલેશિયા, શ્રીલંકાથી લઇ એશિયાના ઘણા દેશોના લોકો અહીં રહે છે. કુઆલાલંપુર, અહીનું સૌથી પ્રસિદ્ધ અને રંગીન શહેર છે. (Photo : Freepik)
Ayodhya : અયોધ્યા અયોધ્યા, શ્રી રામ જન્મભૂમિ પણ વર્ષ 2024માં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા પ્રવાસ સ્થળોમાં 8માં નંબર આવે છે. જાન્યુઆરી 2024માં શ્રી રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ કરોડો લોકો રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી રહ્યા છે. (Photo: @ShriRamTeerth)
Kashmir : કાશ્મીર કાશ્મીર એટલે ઘરતી પરનું સ્વર્ગ. બરફથી ઢંકાયેલા હિમાલયના પર્વત અને મનમોહક કુદરતી સુંદરતા જોવા દુનિયાભરમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ કાશ્મીર આવે છે. દાલ લેક, શ્રીનગર, સોનમર્ગ, ગુલબર્ગ સહિત ઘણા પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે. (Photo : Freepik)
South Goa : દક્ષિણ ગોવા સાઉથ ગોવા, ગોવાના દક્ષિણ ઉત્તર વિસ્તારને સાઉથ ગોવા નામથી ઓળખવામાં આવે છે. અહીં શાંત અને સ્વચ્છ દરિયા કિનારો, શાનદાર રિસોર્ટ્સ અને કુદરતી સુંદરતા સાઉથ ગોવાને એક ઉત્તમ હોલિડે ડેસ્ટિનેશન બનાવે છે. થર્ટી ફર્સ્ટ અને ન્યુ યર સેલીબ્રેશન પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે. (Photo : Freepik)