Year Ender 2024: ટોપ 5 ઇલેક્ટ્રિક કાર, પાવરફુલ બેટરી અને શાનદાર ફીચર્સથી 2024માં મચાવી ધૂમ
Automobile Year Ender 2024: ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટ માટે વર્ષ 2024 ખૂબ જ રોમાંચક રહ્યું છે, જેમાં ટુ-વ્હીલર્સથી લઇને કાર ઉત્પાદકો સુધીના ઘણા વાહનો બજારમાં લોન્ચ કરવામાં આવ્યા છે. વર્ષ 2024માં લોન્ચ થયેલી ટોપ 5 ઇલેક્ટ્રિક કારની વિગતો અહીં આપવામાં આવી છે.
Top 5 Electric Car In 2024 : વર્ષ 2024ની ટોપ 5 ઇલેક્ટ્રિક કાર ઇલેક્ટ્રિક કાર લોકપ્રિય થઇ રહી છે. વર્ષ 2024માં ભારતમાં ઘણી ઇલેક્ટ્રિક કાર લોન્ચ થઇ છે, જેમાં સસ્તા વિકલ્પોથી માંડીને લક્ઝરી મોડેલો સુધીનો સમાવેશ થાય છે. આ લેખમાં વર્ષ 2024માં લોન્ચ થયેલી ટોપ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જણાવી રહ્યા છીએ જેણે ધૂમ મચાવી છે. (Photo: Freepik)
Tata Punch EV : ટાટા પંચ ઇવી ટાટા પંચે સબ કોમ્પેક્ટ એસયુવી બનાવી હતી અને તેની શરૂઆતથી જ તેને મોટી સફળતા મળી છે. બજારમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે ટાટા મોટર્સે નવા એક્ટિ.ઇવી પ્લેટફોર્મ પર આધારિત ટાટા પંચ ઇવી કાર લોન્ચ કરી હતી. ટાટા પંચ ઇવી બે બેટરી પેક 25 kWh અને 35 kWh માં ઉપલબ્ધ છે. પ્રથમ 80.4 bhp અને 114 NM ટોર્ક જનરેટ કરે છે અને 13.5 સેકંડમાં 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડે છે. ટાટા મોટર્સનો દાવો છે કે તેની ડ્રાઈવિંગ રેન્જ 315 કિમી છે. ટોપ સ્પેક 35 kWh 120.6 બીએચપી અને 190 NM ટોર્ક જનરેટ કરે છે અને 9.5 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ આપે છે. કંપનીના ડેટા મુજબ તેમાં 421 કિમીની રેન્જ આપવામાં આવી છે. ટાટા પંચ ઇવી કારની કિંમત 10 લાખ રૂપિયા થી 14.29 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે. (Photo: Tata Motors)
MG Windsor EV : એમજી વિન્ડર ઇવી એમજી વિન્ડસર ઇવી વર્ષ 2024માં લોન્ચ થયેલી શાનદાર ઈલેક્ટ્રિક કાર છે. ZS EV અને કોમેટ ઇવી બાદ વિન્ડર ઇવી એમજી મોટર્સનું ત્રીજું ઇલેક્ટ્રિક વ્હીકલ છે. ક્રોસઓવરમાં 38 KWH બેટરી આપવામાં આવી છે જે 134 bhp અને 200 NM ટોર્ક જનરેટ કરે છે. એમજી કંપનીનો દાવો છે કે વિન્ડસર ઇવી 332 કિમી રેન્જ પ્રદાન કરે છે. ઓલ ડિસ્ક બ્રેક્સ અને 604 લિટરની મોટી બૂટ ક્ષમતાથી સજ્જ છે. એમજી વિન્ડસર ઇવી કારની કિંમત 13.50 લાખ થી 15.50 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે. (Photo: MG Motors)
Tata Curvv EV : ટાટા કર્વ ઇવી ટાટા મોટર્સે તેની પાંચમી ઇલેક્ટ્રિક કાર ટાટા કર્વ ઇવીની લોન્ચ સાથે ભારતમાં પરવડે તેવા ઇલેક્ટ્રિક વાહનોમાં તેની લીડ જાળવી રાખી છે. ટાટા કર્વ ઇવી બે બેટરી વિકલ્પો સાથે આવે છે: 45 kWh અને 55 kWh. 45 kWh વેરિઅન્ટ 147.5 બીએચપી અને 215 એનએમ ટોર્ક જનરેટ કરે છે, જે 9 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડે છે. 55 kwh વર્ઝન 165 બીએચપી અને 215 એનએમ સાથે પરફોર્મન્સમાં વધારો કરે છે, જે માત્ર 8.6 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી જાય છે. રેન્જની વાત કરીએ તો ટાટા મોટર્સનો દાવો છે કે 45 kWh વર્ઝન 502 કિમીનું છે, જ્યારે 55 kWh વેરિએન્ટ ફુલ ચાર્જ પર 585 કિમી ચાલે છે. ટાટા કર્વ ઇવી કારની કિંમત 17.49 લાખ રૂપિયા થી 21.99 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે. (Photo: Tata Motors)
Mahindra BE 6 : મહિન્દ્રા બીઇ 6 મહિન્દ્રા બીઇ 6 કાર, એક સ્પોર્ટી મિડસાઇઝ ઇલેક્ટ્રિક એસયુવી છે, જેણે અમુક કાયદાકીય પડકારોનો સામનો કરવો પડ્યો છે, પરંતુ તે એસયુવીની વ્યવહારિકતા સાથે સ્પોર્ટ્સ કારની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તેમાં બે બેટરી ઓપ્શન છે: 59 kWh અને 79 kWh. 59 kWh વેરિઅન્ટ 228 બીએચપી અને 380 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે, જેની એઆરએઆઈ દ્વારા 556 કિમીની ક્લેમ રેન્જ છે. 79 kWh વર્ઝન પાવર વધારીને 281 બીએચપી અને 380 એનએમ કરે છે, જે માત્ર 6.7 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે, જ્યારે તેની રેન્જ 682 કિમી છે. બીઇ 6માં 3 ડ્રાઇવ મોડ્સ - રેન્જ, રોજ અને રેસ છે. તેમજ 10 સેકન્ડ માટે મહત્તમ ટોર્ક મેળવવા માટે બૂસ્ટ મોડ પણ આપવામાં આવ્યો છે. મહિન્દ્રા બીઇ 6 કારન કિંમત 18.90 લાખ રૂપિયા એક્સ શોરૂમથી શરૂ થાય છે. (Photo: Mahindra)
Mahindra XEV 9E : મહિન્દ્રા એક્સઇવી 9ઇ મહિન્દ્રા એક્સઇવી 9ઇ ઇવી કારમાં બે બેટરી પેક આવે છે - 59 kwh અને 79 kwh. 59 kwh 228 bhp 380 NM ટોર્ક જનરેટ કરે છે. આ કારની રેન્જ 542 કિમી હોવાનો દાવો કરવામાં આવે છે. વધુ શક્તિશાળી 79 kwh 281 bhp અને 380 NM ટોર્ક જનરેટ કરે છે અને તેની રેન્જ 656 કિમી હોવાનો દાવો કરવામાં આવે છે. મહિન્દ્રા એક્સઇવી 9ઇ કારની કિંમત 21.90 લાખ રૂપિયા એક્સ શોરૂમથી શરૂ થાય છે. (Photo: Mahindra)