/indian-express-gujarati/media/media_files/2026/01/01/life-changing-places-trip-in-2026-2026-01-01-18-53-56.jpg)
Life Changing Places Trip In 2026 : વર્ષ 2026માં જીવનમાં સકારાત્મક ઉર્જા માટે જોવાલાયક સ્થળ. Photograph: (Freepik)
/indian-express-gujarati/media/media_files/2026/01/01/spiritual-trip-2026-01-01-18-54-28.jpg)
ભારતના આધ્યાત્મિક સ્થળ
વર્ષ 2026 સકારાત્મક ઊર્જા અને વિકાસદાયી નિવડે તેની માટે આ ખાસ સ્થળોની મુલાકાત લેવી જોઇએ. અહીનું શાંતિ અને દિવ્ય વાતાવરણ મનને નવી ઊર્જા અને શરીરને શક્તિ આપે છે. અહીના શાંત વાતાવરણમાં આત્મ ચિંતન તમને નવી દિશા આપશે, મનોબળ મજબૂત કરશે અને ધ્યેય સિદ્ધિની પ્રાપ્તિ માટે માર્ગદર્શન આપે છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/01/varanasi-trip-2026-01-01-18-55-27.jpg)
Varanasi : વારાણસી
વારાણસી એટલે કે કાશી ભગવાન શિવની નગરી કહેવાય છે. પવિત્ર ગંગા નદીમાં સ્નાન અને કાશી વિશ્વનાથ મહાદેવના દર્શનથી અદભૂત શાંતિનો અનુભવ થાય છે. અહીનું દિવ્ય અને આધ્યાત્મક વાતાવરણ મનને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. વર્ષ 2026ની શરૂઆતમાં કાશીની મુલાકાત તમને સમગ્ર વર્ષ દરમિયાન સકારાત્મક ઉર્જાથી ભરપૂર રાખશે.
/indian-express-gujarati/media/media_files/2026/01/01/rishikesh-trip-2026-01-01-18-56-10.jpg)
Haridwar And Rishikesh : હરિદ્વાર અને ઋષિકેશ
હરિદ્વાર અને ઋષિકેશ પવિત્ર તીર્થધામ છે. હરિદ્વારની ગંગા આરતીની ધ્વનિ અને દિવ્ય જ્યોતિના દર્શન જીવનને નવી ઊર્જા આપે છે. તો ઋષિકેશમાં યોગ, ધ્યાન અને ગંગા નદીનું ત્રિવેણી સંગમ દૂર્ભલ સંયોગ બનાવે છે. ઋષિકેશ શાંતિ સાથે અનુશાસન શિખવેછે. અહીં ગંગા કિનારે સાંજની આરતી, દીપદાન, મંદિરનો ઘંટારવનો દિવ્ય અવાજ મનને આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/01/khatushyam-temple-2026-01-01-18-58-18.jpg)
ખાટુ શ્યામ
ખાટુ શ્યામ રાજસ્થાનના સિકર જિલ્લામાં આવેલું છે. ખાટુ શ્યામ એટલે મહાભારતના વીર બર્બરિક, જેને ગુજરાતમાં બળિયા દેવ પણ કહેવાય છે. વેપાર ધંધા પ્રગતિ અને કરિયરમાં ગ્રોથ માટે ખાટુ શ્યામમાં દર્શન કરવાથી ફાયદો થાય છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/01/ujjain-mahakal-temple-2026-01-01-19-02-32.jpg)
ઉજ્જૈન, મહાકાલ મંદિર
ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર છે, જે ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાં સૌથી ખાસ માનવામાં આવે છે. મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ થતી ભસ્મ આરતી જોવા લાયક છે. કહેવાય છે કે, જીવનમાં જ્યારે કોઇ મુશ્કેલીનો હલ કે માર્ગ ન મળે ત્યારે ઉજ્જૈનના મહાકાલે મંદિરમાં દર્શન કરવાથી આપો આપ બંધ દરવાજા ખુલવા લાગશે. ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર, હરસિદ્ધિ મંદિર, કાળ ભૈરવ મંદિર દર્શનિય છે. ઉજ્જૈનથી નજીક અન્ય એક જ્યોતિર્લિંગ ઓમકારેશ્વરના દર્શન અચૂક કરવા જોઇએ. અહીં નર્મદા નદીમાં સ્નાન કરવું પુણ્યદાયી હોય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us