/indian-express-gujarati/media/media_files/2026/02/03/share-market-jumps-reason-2026-02-03-15-39-59.jpg)
Share Market Jumps Reason : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટીમાં ઉછાળાના 5 કારણ. Photograph: (Freepik)
/indian-express-gujarati/media/media_files/2026/02/03/share-market-up-2026-02-03-15-40-14.jpg)
સેન્સેક્સ નિફ્ટીમાં ઉછાળાના 5 કારણ
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. મંગળવારે સેન્સેક્સ 3657 પોઇન્ટ ઉછળી 85323 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 1220 ઉછળી 26308 ખુલ્યો છે. બજેટ 2026 બાદ સતત બીજા દિવસે શેરબજારમાં સાર્વત્રિક તેજીનો માહોલથી રોકાણકારો ખુશ થયા છે. સામાન્ય રીતે સેન્સેક્સ નિફ્ટીમાં ઉછાળા પાછળ યુએસ ભારત ટ્રેડ ડીલની ઘોષણાને મુખ્ય પરિબળ માનવામાં આવી રહ્યું છે. અહીં શેરબજારમાં ઉછાળા પાછળના 5 પરિબળો વિશે જાણકારી આપી છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/03/us-india-trade-deal-benefits-2026-02-03-15-40-36.jpg)
યુએસ ભારત ટ્રેડ ડીલની અસર
મંગળવારે સેન્સેક્સ નિફ્ટીમાં ઉછાળા માટે યુએસ ભારત ટ્રેડ ડીલની ઘોષણા ટ્રિગર પોઇન્ટ સાબિતી થયું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું કે, યુએસ ભારત વેપાર કરાર કરવા પર સહમત થયા છે. આ ટ્રેડ ડીલ બાદ ભારત પર ટ્રમ્પ ટેરિફ 50 ટકાથી ઘટીને 18 ટકા થઇ જશે. ઉપરાંત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારત પર લાદવામાં આવેલો વધારાનો 25 ટકા ટેરિફ પણ નાબૂદ કરવામાં આવશે. ટ્રમ્પ ટેરિફ ઘટવાથી ભારતના ઉદ્યોગો અને નિકાસકારોને ફાયદો થશે. નીચા ટ્રમ્પ ટેરિફથી હરિફ દેશોની તુલનાએ યુએસમાં ભારતીય ચીજવસ્તુઓ સસ્તી રહેશે, જેનાથી ત્યાં વધારે નિકાસ થઇ શકશે. ચીન અને પાકિસ્તાનની તુલનામાં અમેરિકામાં ભારતીય ચીજો પર ઓછો ટેરિફ લાદવામાં આવ્યો છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/03/crude-oil-1-2026-02-03-15-41-08.jpg)
ક્રૂડ ઓઇલમાં ઘટાડો
ક્રૂડ ઓઇલના ભાવ તાજેતરના ઉછાળા બાદ હાલ સતત ઘટી રહ્યા છે. ક્રૂડ ઓઇલમાં ઘટાડો ભારતીય અર્થવ્યવસ્થા માટે હંમેશા લાભકારક રહ્યો છે. અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ ઘટવાથી ક્રૂડ ઓઇલ ઘટ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે, ઇરાન વોશિંગ્ટન સાથે ગંભીરતા થી મંત્રણા કરી રહ્યું છે,જેનાથી OPEC મેમ્બર સાથે તણાવ ઘટવાના સંકેત મળ્યા છે. તાજેતરમાં સૈન્ય હુમલાના ખતરાના કારણે ક્રૂડ ઓઇલમાં ઉછાળીને 6 મહિનાની ટોચે પહોંચ્યા હતા. ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાત આયાત મારફતે સંતોષે છે. ક્રૂડ ઓઇલ ઘટવાથી પેટ્રોલ ડીઝલના ભાવ વધવાનું જોખમ રહેતું નથી. ક્રૂડ ઓઇલના ભાવ નીચા રહેવાથી ઉદ્યોગોને ફાયદો થાય છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/03/gold-silver-price-crash-2-2026-02-03-15-41-27.jpg)
સોના ચાંદીમાં કડાકો
સોના ચાંદીમાં ઐતિહાસિક કડાકા બાદ રોકાણકારો કિંમત ધાતુમાં રોકાણ કરવાથી ખચકાઇ રહ્યા છે. સર્વોચ્ચ સપાટીથી સોનું 30000 રૂપિયા અને ચાંદી 1.70 લાખ રૂપિયા સુધી ઘટ્યા છે. એકાએક સોના ચાંદીમાં મોટા કડાકા બાદ ભાવ હજી ઘટશે તેવી આશાએ રોકાણકારો નવા રોકાણ કરવાનું ટાળી રહ્યા છે. આવી સ્થિતિમાં શેરબજારમાં રિકવરી દેખાતા રોકાણકારો ઇક્વિટી તરફ ફંટાયા છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/03/crude-oil-2-2026-02-03-15-41-52.jpg)
ડોલર સામે રૂપિયામાં મજબૂત
યુએસ ભારત ટ્રેડ ડીલ થી ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે. મંગળવારે ફોરેક્સ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 110 પૈસા ઉછળી 90.40 ખુલ્યો છે. સોમવારે ડોલર સામે રૂપિયો 91.50 બંધ થયો હતો. ડોલર સામે રૂપિયો મજબૂત થવાથી વિદેશ માંથી ચીજવસ્તુઓની આયાત કરવાનો ખર્ચ ઘટશે.
/indian-express-gujarati/media/media_files/2026/02/03/market-trading-tips-2026-02-03-15-42-37.jpg)
નીચા ભાવ ક્વોલિટી શેરમાં લેવાલી
બજેટ 2026 રજૂ થવા સુધીમાં શેરબજાર નોંધપાત્ર ઘટ્યું છે. પરિણામ ઘણી સારી કંપનીઓના શેર નીચા ભાવ ઉપલબ્ધ છે, જે ભવિષ્યમાં નફો કરાવી શકે છે. આથી ઇન્વેસ્ટર્સ નીચા ભાવે ક્વોલિટી શેરની ખરીદી કરી રહ્યા છે, જેની અસરે શેરબજારની રિકવરીને ટેકો મળ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us