/indian-express-gujarati/media/media_files/2026/02/25/smart-tv-buying-guide-2026-02-25-12-09-38.jpg)
Smart TV Buying Guide : સ્માર્ટ ટીવી ખરીદવાની માર્ગદર્શિકા. Photograph: (Freepik)
/indian-express-gujarati/media/media_files/2026/02/25/smart-tv-features-2026-02-25-12-09-38.jpg)
સ્માર્ટટીવી
સ્માર્ટ ટીવી એ દરેક ઘરમાં જગ્યા બનાવી લીધી છે. ડબ્બા જેવા દેખાતા જુના ટીવીની તુલનામાં આજના ટેલિવિઝન સેટ બહુ જ સ્માર્ટ છે. બજારમાં વિવિધ કંપનીના અલગ અલગ સાઇઝના સ્માર્ટ ટીવી ઉપલબ્ધ છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/25/smart-tv-2026-02-25-12-09-38.jpg)
Smart TV ખરીદવા માટે Smart Tips
મોટાભાગના લોકો સ્માર્ટટીવી ખરીદતી વખતે તેની ડિસ્પ્લે સાઇઝ પર વધારે ધ્યાન આપે છે. હકીકતમાં સ્માર્ટટીવીની ડિસ્પ્લે સાથે અન્ય ફીચર્સ વિશે પણ જાણકારી મેળવવી જરૂરી છે, જેથી ખરીદયા બાદ પાછળથી પછતાવો ન થાય.
/indian-express-gujarati/media/media_files/2026/02/25/smart-tv-buying-tips-2026-02-25-12-09-38.jpg)
રિફ્રેશ રેટ અને ડિસ્પ્લે પેનલ
સ્માર્ટ ટીવી ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેની સ્ક્રીન પેનલ કેવી છે. ઓછામાં ઓછી IPS કે VA પેનલ ટીવીમાં લાગેલી હોય. તેમા આકર્ષક કલર અને ઉત્તમ બ્રાઇટનેસ હોય. સાથે જ Smart TV નો રિફ્રેશ રેટ ઓછામાં ઓછો 60Hz હોવો જોઇએ.
/indian-express-gujarati/media/media_files/2026/02/25/smart-tv-price-2026-02-25-12-09-38.jpg)
એપ સપોર્ટ અને ઓપરેટિંગ સિસ્ટમ
સ્માર્ટટીવી ખરીદતી વખતે ચેક કરો કે તે Android TV છે કે Google TV. ગૂગલ ટીવી અને Android TVમાં એપ્સની સૌથી સારી ઇકોસિસ્ટમ હોય છે. ઉપરાંત તેમા Netflix, પ્રાઇમ વીડિયો, હોટસ્ટાર જેવી તમામ મહત્વપૂર્ણ એપ સપોર્ટ કરે છે કે નહીં તે ચકાશો.
/indian-express-gujarati/media/media_files/2026/02/25/google-smart-tv-2026-02-25-12-09-38.jpg)
પ્રોસેસર, રેમ અને સ્ટોરેજ
સ્માર્ટટીવી લાંબા સમય સુધી સારું પર્ફોર્મન્સ આપે છે તેની માટે પ્રોસેસર, રેમ બહુ મહત્વપૂર્ણ બાબત છે. કોઇ પણ સ્માર્ટટીવીમાં ઓછામાં ઓછી 2GB રેમ અને 8GB થી 16GB સુધીનું ઇન્ટરનલ સ્ટોરેજ હોવું જોઇએ, જેથી વિવિધ એપ્સ અવરોઝ વગર ચાલી શકે.
/indian-express-gujarati/media/media_files/2026/02/25/android-smart-tv-2026-02-25-12-09-38.jpg)
સાઉન્ડ ક્વોલિટી
ટેલિવિઝનમાં વીડિયો ક્વોલિટી જેમ સાઉન્ડ ક્વોલિટી પણ બહુ મહત્વપૂર્ણ બાબત છે. સ્માર્ટટીવી ખરીદતી વખતે તેના સ્પીકર આઉટપુર અને Dolby Audio કે DTS સપોર્ટેટ છે કે નહીં તે તપાસો. જો ટીવીની અંદર સારુી સાઉન્ડ સિસ્ટમ નથી તો તમારે પાછળથી સેપરેટ સાઉન્ડ સિસ્ટમ માટે અલગથી ખર્ચ કરવાની જરૂર પડશે.
/indian-express-gujarati/media/media_files/2026/02/25/best-smart-tv-2026-02-25-12-09-37.jpg)
કનેક્ટિવિટી ઓપ્શન
ઘણા લોકો સ્માર્ટટીવી ખરીદતી વખતે તેના પાર્ટ્સને ધ્યાનથી ચેક કરતા નથી, જેના કારણ પાછળથી મુશ્કેલીનો સામનો કરે છે. આથી ટીવીમાં HDMI 2.0 કે 2.1 પોર્ટ છે, જેની સાથે USB પોર્ટ, બ્લૂટુથ અને Dual Band Wi-Fi સપોર્ટ પણ મળે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us