આનંદ મહિન્દ્રાએ અનેક ક્રિકેટરોને ગિફ્ટ કરી છે કાર, જુઓ કોણ છે સામેલ
Asia Cup 2023 Final : એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે મોહમ્મદ સિરાજની આ શાનદાર બોલિંગ પછી મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પણ તેના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા ન હતા
મોહમ્મદ સિરાજે એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં પોતાની શાનદાર બોલિંગથી ભારતીયોના દિલ જીતી લીધા હતા. શ્રીલંકા સામે રમાયેલી મેચમાં સિરાજે 21 રનમાં 6 વિકેટ ઝડપી હતી અને તેને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આ મેચમાં શ્રીલંકા 50 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. સિરાજના આ શાનદાર બોલિંગ પછી મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પણ તેમના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા નહીં. તેમણે મોહમ્મદ સિરાજના વખાણ કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ટ્વિટર (X) પર શેર કરેલી તેમની પોસ્ટને સિરાજના ચાહકો તરફથી ઘણી પ્રતિક્રિયાઓ મળી. (સ્રોત: @mohammedsirajofficial/instagram)
આમાંથી ઘણા યુઝર્સે આનંદ મહિન્દ્રા પાસે સિરાજને નવી SUV ગિફ્ટ કરવાની માંગ કરી હતી. હવે મહિન્દ્રા ગ્રુપના ચેરમેને પ્રતિક્રિયા આપી અને ચાહકોને કહ્યું કે આ કામ થઈ ચૂક્યું છે. તમને જણાવી દઈએ કે, આનંદ મહિન્દ્રાએ વર્ષ 2021માં મોહમ્મદ સિરાજને થાર ગિફ્ટ કરી હતી. વર્ષ 2021માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી પર કબ્જો જમાવ્યો હતો. જે બાદ મહિન્દ્રાએ સિરાજ સહિત 6 ક્રિકેટરોને થાર એસયુવી ભેટમાં આપી હતી. આવો અમે તમને જણાવીએ કે કોણ છે તે ક્રિકેટર્સ. (સ્રોત: @anandmahindra/twitter)