-
Ayesha Omar: છેલ્લા એક મહિનાથી સાનિયા મિર્ઝા (Sania Mirza) અને શોએબ મલિક (Shoaib Malik)પોતાની પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે બન્ને તલાક લઇ (Sania MIrza Divorce) રહ્યા છે. પાકિસ્તાની મોડલ અને અભિનેત્રી આયેશા ઉમરના કારણે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના સંબંધો ખરાબ થયા છે.(Photo: Sania Mirza Instagram)
-
આયેશા ઉમરે હવે આ આરોપો પર પોતાની ચુપ્પી તોડી છે. આયેશા ઉમર પાકિસ્તાનમાં એક જાણીતું નામ છે અને શોએબ મલિકની સારી મિત્ર છે. (Photo: Ayesha Omar Instagram)
-
સોશિયલ મીડિયામાં એક વ્યક્તિએ આયેશાને પૂછ્યું કે શું તમારો અને શોએબ મલિકનો લગ્નનો પ્રોગ્રામ છે? તેના જવાબમાં આયેશાએ કહ્યું કે જી, નહીં, બિલકુલ નહીં. તેના (શોએબ મલિક)લગ્ન થઇ ગયા છે અને તે પોતાની પત્ની સાથે ઘણો ખુશ છે.(Photo: @memes_sp0t/twitter)
-
આયેશાએ કહ્યું કે હું શોએબ મલિક અને સાનિયા મિર્ઝાની ઘણી ઇજ્જત કરું છું. શોએબ અને હું એકબીજાના સારા મિત્રો છીએ અને એકબીજાની ઘણી સંભાળ રાખીએ છીએ. લોકો વચ્ચે આવા પણ સંબંધો હોય છે. (Photo: @memes_sp0t/twitter)
-
જણાવી દઈએ કે આયેશા અને શોએબ મલિકના ફોટોશૂટની કેટલીક તસવીરો વાયરલ થઇ હતી. આ તસવીરોમાં બન્ને ઘણા ક્લોઝ જોવા મળી રહ્યા હતા. (Photo: @ramzanwassan786/twitter)
-
તસવીરો વાયરલ થયા પછી સોશિયલ મીડિયામાં એ પ્રકારની વાતો થઇ રહી હતી કે બન્ને વચ્ચે અફેર ચાલી રહ્યું છે. હવે આયેશાએ ખુલાસો કર્યો છે કે આવું કશું જ નથી. (Photo: @memes_sp0t/twitter)
-
આયેશા ઉમર અને શોએબ મલિક (Photo: @memes_sp0t/twitter)
