BCCI એટલે કે બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા દુનિયાનું સૌથી ધનવાન ક્રિકેડ બોર્ડ છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પોતાના ખેલાડીઓને અઢળક નાણાં આપે છે. ઘણા ભારતીય ક્રિકેટરો ક્રિકેટ રમવા ઉપરાંત અન્ય રીતે પણ જંગી કમાણી કરી રહ્યા છે. ચાલો જાણીયે વર્ષ 2022માં કોણ છે સૌથી ધનવાન ભારતીય ક્રિકેટર…
-
(7) કે.એલ. રાહુલ : 43 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે કે.એલ. રાહુલ ભારતના સાતમાં ક્રમના સૌથી ધનવાન ભારતીય ક્રિકેટર છે. (Photo: KL Rahul facebook)
-
(6) શિખર ધવન : શિખર ધવન પાસે 96 કરોડ રૂપિયાની સંપત્તિ છે. (Photo: Shikhar Dhawan facebook)
-
(5) રવિન્દ્રસિંહ જાડેજા : ગુજરાતના ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા 100 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. (Photo: Ravindra Jadeja facebook)
-
(4) રોહિત શર્મા : રોહિત શર્મા પાસે 130 કરોડ રૂપિયાની સંપત્તિ છે. (Photo: Rohit Sharma facebook)
-
(3) એમ.એસ. ધોની: ટીમ ઇન્ડિયાના કેપ્ટન કુલ તરીકે જાણીતા ક્રિકેટર મહિન્દ્રસિંહ ધોની 767 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ભારતના ત્રીજા ક્રમના સૌથી ધનિક ક્રિકેટ છે. (Photo: MS Dhoni facebook)
-
(2) વિરાટ કોહલી: વિરાટ કોહલી 980 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ધનવાન ભારતીય ક્રિકેટરોની યાદીમાં બીજા ક્રમે છે. (Photo: Virat Kohli facebook)
-
(1) સચિન તેંડુલકર : માસ્ટર બ્લાસ્ટર અને ક્રિકેટની દુનિયાના ભગવાન ગણાતા ક્રિકેટર સચિન તેંડુલકર ભારતના સૌથી ધનવાન ક્રિકેટર છે. તેની પાસે 1090 કરોડ રૂપિયાની સંપત્તિ છે. (Photo: Sachin Tendulkar facebook)