Hardik Natasha Divorce: હાર્દિક પંડ્યા અગાઉ આ ક્રિકેટરના પણ લગ્નજીવનમાં ભંગાણ પડ્યું, જુઓ યાદી
Hardik Pandya Natasha Stankovic Divorce: હાર્દિક પંડ્યા નતાશા સ્ટેનકોવિક ડિવોર્સ લઇ રહ્યા છે. બંને ઇન્સ્ટાગ્રામ પર અલગ થવાની ઘોષણા કરી છે. હાર્દિક પંડ્યા અગાઉ આ ક્રિકેટરના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે.
Hardik Pandya Natasha Stankovic Divorce હાર્દિક પંડ્યા નતાશા સ્ટેનકોવિક ડિવોર્સ લઇ રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હાર્દિક અને નતાશા એ અલગ થવાની ઘોષણા કરી છે. આમ તો ઘણા મહિનાથી બંને વચ્ચે કંઇ પણ ઠીક ન થવાની અટકળો આવતી હતી જો કે આજે બંને સોશિયલ મીડિયા પર અલગ થવાની ઘોષણા કરી છે. ડિવોર્સના સમચારા બાદ હાર્દિક પંડ્યાના ફેન્સને મોટો આઘાત લાગ્યો છે. હાર્દિક અને નતાશાને અગસ્ત્ય નામનો એક પુત્ર પણ છે. (PHoto: @hardikpandya93)
હાર્દિક પંડ્યા નતાશા સ્ટેનકોવિક અલગ થયા નતાશા સ્ટેનકોવિક એ હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સની ઘોષણા કરતા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમા નતાશા સ્ટેનકોવિક લખે છે, “ચાર વર્ષ સાથે રહ્યા બાદ મેં અને હાર્દિકે સાથે મળીને અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે સાથે મળીને અમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો અને અંતે અમને લાગ્યું કે આ વધુ સારું લાગ્યું. તે એક મુશ્કેલ નિર્ણય હતો, અમે સાથે સારો સમય પસાર કર્યો, અમે સાથે મળીને એક પરિવાર બનાવ્યો. અમને અગસ્ત્ય મળ્યો, તે હજી પણ અમારા બંનેના જીવનનું કેન્દ્ર રહેશે અને અમે તેનું સહ- પેરન્ટિંગ કરીશું અને તેને દરેક ખુશી આપવાનો પ્રયાસ કરીશું. અમે તમારા સમર્થનની અપેક્ષા રાખીએ છીએ, આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાઇવસી સમજો.” હાર્દિક પંડ્યા એક માત્ર એવા ક્રિકેટર નથી જેમના લગ્નજીવનમાં ભંગાણ થયું હોય. આ અગાઉ ઘણા ભારતીય ક્રિકેટર પત્નીથી ડિવોર્સ લઇ ચૂક્યા છે. ચાલો જાણીયે ક્યા ક્યા ક્રિકેટરે ડિવોર્સ લીધા છે. (PHoto: @hardikpandya93)
મોહમ્મદ અઝરુદ્દીન (Mohammad Azharuddin Divorce) મોહમ્મદ અઝરુદ્દીન એ નૌરીન સાથે 1987માં અરેન્જ મેરેજ કર્યા હતા. પરિણીત હોવા છતાં મોહમ્મદ અઝરુદ્દીન બોલીવુડ એક્ટ્રેસ સંગીતા બિજલાની સાથે પ્રેમમાં પડ્યા હતા. તે સમયે મોહમ્મદ અઝરુદ્દીન બે પુત્રના પિતા હતા. સંગીતા બિજલાની સાથે લગ્ન કરવા માટે મોહમ્મદ અઝરુદ્દીને નૌરીનને 1996માં તલાક આપ્યા હતા. જો કે સંગીતા બિજલાની સાથે પણ લગ્નજીવન લાંબુ ચાલ્યુ નહીં અને વર્ષ 2010માં બંને અલગ થઇ ગયા. ત્યારબાદ વર્ષ 2017માં મોહમ્મદ અઝરુદ્દીન એ શૈનન મૈરી (Shannon Marie) સાથે ત્રીજા લગ્ન કર્યા છે. (Photo: @azharflicks)
જવાગલ શ્રીનાથ (Javagal Srinath Divorce) જવાગલ શ્રીનાથ પણ લગ્ન માટે નસીબદાર નથી. જવાગલ શ્રીનાથે 1999માં જ્યોત્સના સાથે લગ્ન કર્યા હતા. પરંતુ પત્રકાર માધવી પત્રાવલી સાથે લગ્ન કરવા માટે જવાગલ શ્રીનાથે 2007માં પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા. ત્યારબાદ 2008માં જવાગલ શ્રીનાથે માધવી પત્રાવલી સાથે બીજા લગ્ન કર્યા છે. (Photo: @javagal_srinath.31)
વિનોદ કાંબલી (Vinod Kambli) ક્રિકેટર વિનોદ કાંબલી એ 1998માં નોએલા લઇસ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. પરિણીત હોવા છતાં તેને એન્ડ્રિયા હેવિટ નામની મહિલા સાથે પ્રેમ થયો. ત્યારબાદ પ્રથમ પત્નની ડિવોર્સ આપ્યા બાદ વિનોદ કાંબલી એ બીજા લગ્ન કર્યા હતા. (Photo: vinodkambli2016)
દિનેશ કાર્તિક (Dinesh Karthik) દિનેશ કાર્તિકે વર્ષ 2007માં પોતાની બાળપણની મિત્ર નિકિતા વંજારા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને હજી માંડ 5 વર્ષ થયા હશે, ત્યારે સમાચાર આવ્યા કે નિકિતનું અન્ય ક્રિકેટર મુરલી વિજય સાથે અફેર ચાલી રહ્યું છે. આ કારણે કાર્તિક અને નિકિતા 2012માં અલગ થઇ હયા. નિકિતા તરફથી વિશ્વાસઘાત મળ્યા બાદ દિનેશ કાર્તિક હતાશામાં ગરકાવ થઇ ગયો હતો અને ભારતીય ટીમમાંથી પણ પડતા મૂકાયો હતો. નિકિતા હાલ મુરલી વિજય સાથે છે. તો બીજી બાજુ દિનેશ કાર્તિકે ઓગસ્ટ 2015માં ભારતીય સ્કવાશ પ્લેયર દીપિકા પલ્લીકલ સાથે બીજા લગ્ન કર્યા છે. (Photo: dk00019)
મોહમ્મદ શમી (Mohammed Shami) ભારતીય ક્રિકેટ ટીમના સ્પીડ બોલર મોહમ્મદ શમીના લગ્નજીવનમાં પણ ભયંકર આંધી આવી હતી. વર્ષ 2018માં હસીન જહાં એ મોહમ્મદ શમી પર દુર્વ્યવહાર અને ઉત્પીડનનો આરોપ મૂક્યો હતો. આના પ્રત્યુત્તરમાં મોહમ્મદ શમી કહ્યુ કે, તમામ આક્ષેપ ફગાવી દીધા હતા અને તેમની છબીને ખરાબ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. મોહમ્મદ શમી અને હસીન જહાં 2018થી અલગ રહે છે અને તેમની વચ્ચે કાદયાકીય કાર્યવાહી ચાલી રહી છે. મોહમ્મદ શમી અને હસીન જહાં ને એક દીકરી પણ છે. હસીન જહાં એ મોહમ્મદ શમી પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો, પરંતુ બીસીસીઆઈ દ્વારા રચાયેલી તપાસ સમિતિએ શમીને ક્લિન ચિટ આપી હતી. (Photo: @mdshami.11)
શિખર ધવન (Shikhar Dhawan) શિખર ધવન એ ઘણા વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાની આયશા મુખર્જીને ડેટ કર્યા બાદ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. આયશા આ અગાઉ પણ એક વખત લગ્ન કરી ચૂકી હતી અને તે લગ્નથી તેને બે દીકરી પણ છે. તો શિખર ધવન અને આયશા મુર્ખર્જીના લગ્નથી 10 વર્ષનો એક પુત્ર છે, જેનું નામ જોરાવર છે. શિખર ધવન 2015થી પોતાના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે. હકીકતમાં બંને વચ્ચે સંબંધ વણસ્યા તો શિખર ધવને આરોપ મૂક્યો કે આયશા ઘણા વર્ષ સુધી તેના પુત્ર જોરાવર સાથે ઓસ્ટ્રેલિયામાં રહી અને ભારત આવવા સતત ઇનકાર કરતી રહી. છેલ્લે ઓક્ટોબર 2023માં કોર્ટે શિખર ધવનની છુટાછેડાની અરજી ને માનસિક ઉત્પીડનના આધારે મંજૂરી આપી. (Photo: @shikhardofficial)