-
IND vs NZ 3rd T20 Cricket Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલે અણનમ સદી (126) ફટકારી હતી. જેના મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટી-20માં 168 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. (Express photo by Nirmal Harindran)
-
શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા 54 બોલમાં 10 ફોર 5 સિક્સર સાથે સદી ફટકારી હતી. ટી-20માં પ્રથમ સદી ફટકાર્યા પછી શુભમને આક્રમક અંદાજમાં ઉજવણી કરી હતી.શુભમન ગિલે મેચમાં 63 બોલમાં 12 ફોર 7 સિક્સર સાથે અણનમ 126 રન બનાવ્યા હતા. (Express photo by Nirmal Harindran)
-
શુભમન ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે. ગિલે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક મેચમાં સૌથી વધુ વ્યક્તિગત રન (126 અણનમ)બનાવી લીધા છે. (Express photo by Nirmal Harindran)
-
વિરાટ કોહલીએ 2022માં એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે 122 રનની ઇનિંગ્સ રમી હતી. વિરાટનો આ રેકોર્ડ તોડ્યો છે. (Express photo by Nirmal Harindran)
-
આંતરરાષ્ટ્રીય ટી-20માં શુભમન ગિલે કારકિર્દીની પહેલી સદી ફટકારી છે. (Express photo by Nirmal Harindran)
-
શુભમન ગિલ આંતરરાષ્ટ્રીય ટી-20માં સદી ફટકારનાર સાતમો ભારતીય બની ગયો છે. આ પહેલા સુરેશ રૈના, રોહિત શર્મા, કેએલ રાહુલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી સદી ફટકારી ચૂક્યા છે.(Express photo by Nirmal Harindran)
-
રનના મામલે ભારતે આંતરરાષ્ટ્રીય ટી-20માં સૌથી મોટો વિજય મેળવ્યો છે. આ પહેલા ભારતનો સૌથી મોટો વિજય 143 રનનો હતો. જે 2018માં આયરલેન્ડ સામે વિજય મેળવ્યો હતો. (Express photo by Nirmal Harindran)
