-
IPL 2023 : આઈપીએલ 2023 રોમાંચક મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સને હરાવ્યું. ઇશાન કિશન 41 બોલમાં 75 રન, સૂર્યકુમાર યાદવ 31 બોલમાં 66 રન સાથે મેચના હિરો રહ્યા. મુંબઈ ઈન્ડિયન્સે બુધવારે આઈપીએલ મેચમાં પંજાબ કિંગ્સ સામે છ વિકેટથી વિજય મેળવ્યો હતો. (BCCI/IPL)
ડિસક્લેમર : આ લખાણ અનુવાદિત છે. મૂળ લખાણ અહીં મેળવી શકો છો
-
MI vs PBKS : અનકેપ્ડ જિતેશ શર્મા (49 રન; 27 બોલ), લિયામ લિવિંગસ્ટોન (82 અણનમ; 42 બોલ) ની ધુંઆધાર બેટીંગને લીધે પંજાબ કિંગ્સ 214 રનનો મજબૂત સ્કોર કરી શક્યું હતું. જિતેશ અને લિવિંગસ્ટોનની જોડી જામી હતી જેની સામે મુંબઇ ઇન્ડિયન્સના બોલર નિષ્ફળ રહ્યા હતા. તસ્વીર (BCCI/IPL)
-
પંજાબ કિંગ્સે આપેલા 215 રનના ટારગેટનો પીછો કરતાં મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત નબળી રહી હતી. જોકે ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી લેતાં મુંબઇ ઇન્ડિયન મજબૂત સ્થિતિમાં આવ્યું હતું. ઇશાને 41 બોલમાં 75 અને સૂર્યકુમાર યાદવે 31 બોલમાં 66 રન કર્યા હતા. તસવીર (BCCI/IPL)
-
Ishan Kishan : ઇશાન કિશન ડાબા હાથના વિકેટકીપર-બેટરે લડાયક શ્રેષ્ઠ બેટિંગ કરી પંજાબ કિંગ્સના મોંમાંથી જીતનો કોળીયો ઝૂંટવી લીધો. ઇશાન કિશનને સૂર્યકુમાર યાદવે સંગીન સાથ આપ્યો હતો. તસ્વીર (BCCI/IPL)
-
Suryakumar Yadav : ઇશાન અને સૂર્યકુમાર યાદવની જોડીએ પંજાબ કિંગ્સના બોલર્સની ભારે ધોલાઇ કરી હતી. જોકે અર્શદીપ સિંહના જોરદાર કેચથી સૂર્યકુમાર યાદવ 66 રન બનાવી આઉટ થયો હતો. જોકે બાદમાં ટીમ ડેવિડ અને તિલક વર્માએ બાજી સંભાળી લેતાં મુંબઇને જીત અપાવી હતી. તસવીર (BCCI/IPL)
-
તિલક વર્મા જાણે બહારથી જ સેટ થઇ મેદાનમાં આવ્યો હોય એમ સિકસર સાથે શરૂઆત કરી હતી. અર્શદીપ સિંહને નિર્દયતાથી ધોયો હતો. તિલક વર્માએ મેચ ફિનિશર તરીકે 10 બોલમાં 26 રન બનાવ્યા હતા. તસવીર (BCCI/IPL)
-
IPL 2023 Point Table : આ જીતે MI (નવ મેચમાં 10 પોઈન્ટ) નેટ રન રેટ પર પંજાબ (10 મેચમાંથી 10) કરતા આગળ આવી ગયું છે. તસવીર (BCCI/IPL) (આઇપીએલ 2023 લેટેસ્ટ અપડેટ જાણવા અહીં ક્લિક કરો)
ડિસક્લેમર : આ લખાણ અનુવાદિત છે. મૂળ લખાણ અહીં મેળવી શકો છો
