IPL Records Bating and Bowling: આઈપીએલ ટુર્નામેન્ટ રોમાંચ સાથે ક્રિકેટ રસિકોમાં ભારે લોકપ્રિય છે. 20 ઓવરના ફોર્મેટમાં રમાતી આઈપીએલ રેકોર્ડ મામલે પણ નોંધનિય છે. ઓરેન્જ કેપ, પર્પલ કેપ, બેસ્ટ બોલિંગ એવરેજ, મોસ્ટ ફોર, મોસ્ટ સિક્સ સહિત અનેક રસપ્રદ રેકોર્ડ નોંધાયા છે. આઈપીએલ શરુઆતથી અત્યાર સુધીના મહત્વના તમામ રેકોર્ડ જાણો એક ક્લિક પર (ફોટો ક્રેડિટ - IE ગુજરાતી)
IPL records orange cap Virat Kohli, આઈપીએલ રેકોર્ડસ ઓરેન્જ કેપ વિરાટ કોહલી : આઈપીએલ ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી રન મશીન છે. વિરાટ કોહલીના બેટથી 8004 રન આવ્યા છે. જે આઈપીએલ શરુ થયું ત્યારથી લઇને અત્યાર સુધી સૌથી વધુ છે. આઈપીએલ ટુર્નામેન્ટમાં વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા છે. ઓરેન્જ કેપ વિરાટ કોહલી પાસે છે. વિરાટ કોહલી આઈપીએલ 252 મેચ રમ્યો છે. 38.67 એવરેજ, 131.97 સ્ટ્રાઈક રેટ સાથે કૂલ 8004 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 113 રનનો હાઈએસ્ટ સ્કોર ધરાવે છે. તેણે 55 ફિફ્ટી અને 8 સદી ફટકારી છે. સર્વાધિક રન મામલે વિરાટ પછી શિખર ધવન બીજા ક્રમે છે. શિખર ધવને 222 મેચમાં કૂલ 6786 રન બનાવ્યા છે. ત્રીજા ક્રમે રોહિત શર્મા છે. જેણે 257 મેચમાં 6628 રન બનાવ્યા છે.
IPL records most fours Shikhar Dhawan: આઈપીએલ ઇતિહાસમાં મોસ્ટ ફોર રેકોર્ડ શિખર ધવન ધરાવે છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર શિખર ધવન આઈપીએલ ટુર્નામેન્ટમાં 222 મેચ રમ્યો છે. જેમાં તેણે 127.14 સ્ટ્રાઇક રેટથી કૂલ 6769 રન બનાવ્યા છે. જેમાં તેણે 768 ફોર અને 132 સિક્સ લગાવી છે. મોસ્ટ ફોર રેકોર્ડ મામલે શિખર ધવન પછી વિરાટ કોહલી આવે છે. વિરાટ કોહલીએ આઈપીએલ ટુર્નામેન્ટમાં કૂલ 705 ફોર અને 272 સિક્સ લગાવી છે. ત્રીજા સ્થાને ડેવિડ વોર્નર છે. જે 184 મેચ રમ્યો છે અને કૂલ 6565 રન બનાવ્યા છે. જેમાં 663 ફોર અને 236 સિક્સ લગાવી છે.
IPL records highest score Chris Gayle: આઈપીએલ ઇતિહાસમાં ક્રિસ ગેલનો દબદબો આજે પણ જોવા મળી રહ્યો છે. ક્રિસ ગેલ ભલે નિવૃત્ત થયો હોય પરંતું આજે પણ કેટલાક રેકોર્ડ એના નામે છે. આઈપીએલ હાઈએસ્ટ સ્કોર રેકોર્ડ પણ ક્રિસ ગેલ ધરાવે છે. ક્રિસ ગેલ 175 રન સાથે અણનમ રહ્યો હતો જે ઇનિંગ આજે પણ ક્રિકેટ ફેન્સ ભુલી શક્યા નથી. સર્વાધિક સ્કોર મામલે ક્રિસ ગેલ પછી બીજા સ્થાને બ્રેન્ડન મેક્કુલમ છે. મેક્કુલમે 158 રનની અણનમ પારી રમી હતી જે પણ અવિસ્મરણીય છે. સર્વાધિક સ્કોર મામલે ત્રીજા સાથે ક્વિન્ટોન ડી કોક છે જેણે અણનમ 140 રન બનાવ્યા હતા. સર્વાધિકર સ્કોર રેકોર્ડ મામલે ટોપ 5 માં કે એલ રાહુલ એક માત્ર ભારતીય ખેલાડી છે. 132 રન સાથે કે એલ રાહુલ સર્વાધિક સ્કોર રેકોર્ડ્સ લિસ્ટમાં પાંચમા સ્થાને છે.
IPL records most sixes Chris Gayle: આઈપીએલ ટુર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સ લગાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલ ધરાવે છે. મોસ્ટ સિક્સમાં સૌથી ટોચ પર રહેલ ક્રિસ ગેલ આઈપીએલમાં 142 મેચ રમ્યો છે અને 4965 રન બનાવ્યા છે.જેમાં તેણે 357 સિક્સ અને 405 ફોર લગાવી છે. આઈપીએલ મોસ્ટ સિક્સ રેકોર્ડ્સ લિસ્ટમાં ક્રિસ ગેલ પછી ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન રોહિત શર્મા આવે છે. રોહિત શર્માએ આઈપીએલમાં કૂલ 290 સિક્સ અને 599 ફોર લગાવી છે. ત્રીજા સ્થાને વિરાટ કોહલી છે. જેણે 272 સિક્સ અને 705 ફોર લગાવી છે. વિરાટ કોહલી 8004 રન સાથે સૌથી વધુ રન બનાવવામાં મોખરે છે.
IPL records best strike rate phil salt: આઈપીએલ ટુર્નામેન્ટમાં બેસ્ટ સ્ટ્રાઈક રેટ રેકોર્ડ કોલકાતા નાઈટ રાઈડર્સ ખેલાડી ફિલ સોલ્ટ ધરાવે છે. ફિલ સોલ્ટ 21 મેચ રમ્યો છે જેમાં તેણે 175.54 સ્ટ્રાઇક રેટ સાથે 653 રન બનાવ્યા છે. તેનો સર્વાધિક સ્કોર 89 રન અણનમ છે. સોલ્ટે 6 ફિફ્ટી લગાવી છે. જેમાં 74 ફોર અને 34 સિક્સ ફટકારી છે. બેસ્ટ સ્ટ્રાઇક રેટ રેકોર્ડ મામલે ફિલ સોલ્ટ પછી એન્ડ્ર્યૂ રસેલ બીજા સ્થાને છે. રસેલ 126 મેચ રમ્યો છે અને કૂલ 2484 રન બનાવ્યો છે. રસેલનો સ્ટ્રાઇક રેટ 174.93 છે. જ્યારે ત્રીજા સ્થાને ટ્રેવિસ હેડ છે જેણે 173.87 સ્ટ્રાઈક રેટથી કૂલ 772 રન બનાવ્યા છે. ટોપ 10 માં એક માત્ર ભારતીય ખેલાડી રજત પાટીદાર છે. જે દસમા ક્રમે છે. રજત પાટીદારે 158.85 સ્ટ્રાઇક રેટથી 799 રન બનાવ્યા છે.
IPL records purple cap Yuzvendra Chahal: ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલ આઈપીએલ ટુર્નામેન્ટમાં પણ શિકારી સાબિત થયો છે. સૌથી વધુ વિકેટ પર્પલ કેપ રેકોર્ડ યુજવેન્દ્ર ચહલ ધરાવે છે. તેણે 160 મેચમાં કૂલ 205 વિકેટ ઝડપી છે. તેનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન 40 રનમાં 5 વિકેટ છે. તેણે 6 વખત 4 વિકેટ અને એક વખત પાંચ વિકેટ લીધી છે. પર્પલ કેપ રેકોર્ડ્સ લિસ્ટમાં ચહલ પછી પિયુષ ચાવલા બીજા ક્રમે છે. પિયુષ ચાવલાએ 192 મેચમાં કૂલ 192 વિકેટ લીધી છે. ત્રીજા સ્થાને બ્રાવો છે. જણે 161 મેચમાં 183 વિકેટ લીધી છે. ચોથા સ્થાને ભુવનેશ્વર કુમાર છે જેણે 176 મેચમાં 181 વિકેટ ઝડપી છે. પાંચમા સ્થાને સુનીલ નારાયણ છે. જેણે 177 મેચમાં 180 વિકેટ લીધી છે.
IPL records purple cap Yuzvendra Chahal: ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલ આઈપીએલ ટુર્નામેન્ટમાં પણ શિકારી સાબિત થયો છે. સૌથી વધુ વિકેટ પર્પલ કેપ રેકોર્ડ યુજવેન્દ્ર ચહલ ધરાવે છે. તેણે 160 મેચમાં કૂલ 205 વિકેટ ઝડપી છે. તેનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન 40 રનમાં 5 વિકેટ છે. તેણે 6 વખત 4 વિકેટ અને એક વખત પાંચ વિકેટ લીધી છે. પર્પલ કેપ રેકોર્ડ્સ લિસ્ટમાં ચહલ પછી પિયુષ ચાવલા બીજા ક્રમે છે. પિયુષ ચાવલાએ 192 મેચમાં કૂલ 192 વિકેટ લીધી છે. ત્રીજા સ્થાને બ્રાવો છે. જણે 161 મેચમાં 183 વિકેટ લીધી છે. ચોથા સ્થાને ભુવનેશ્વર કુમાર છે જેણે 176 મેચમાં 181 વિકેટ ઝડપી છે. પાંચમા સ્થાને સુનીલ નારાયણ છે. જેણે 177 મેચમાં 180 વિકેટ લીધી છે.
IPL records best bowling figure: આઈપીએલ બેસ્ટ બોલિંગ ફિગર રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સ ખેલાડી એલઝારી જોસેફ ધરાવે છે. જોસેફે 6 એપ્રિલ 2019 માં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 3.4 ઓવરમાં માત્ર 12 રન આપી 6 વિકેટ લીધી હતી. શ્રેષ્ઠ બોલિંગ રેકોર્ડમાં બીજા ક્રમે રાજસ્થાન રોયલ્સ ખેલાડી સોહિલ તન્વીર છે. જેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 4 ઓવરમાં 14 રન આપી 6 વિકેટ ઝડપી હતી. ત્રીજા સ્થાને એડમ ઝમ્પા છે જેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 10 મે 2016 માં 4 ઓવરમાં 19 રન આપી 6 વિકેટ લીધી હતી. ચોથા સ્થાને અનિલ કુબલે છે જેણે 18 એપ્રિલ 2009 માં રાજસ્થાન રોયલ્સ સામે 3.1 ઓવરમાં 5 રન આપી 5 વિકેટ ઝડપી હતી. પાંચમા સ્થાને ભારતીય બોલર આકાશ મધવાલ છે. જેણે 24 મે 2023 માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 3.3 ઓવરમાં 5 રન આપી 5 વિકેટ ઝડપી હતી.
IPL records Most Dots Ball Bhuvneshwar Kumar: આઈપીએલ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકવાનો રેકોર્ડ ભુવનેશ્વર કુમાર ધરાવે છે. તેણે 176 મેચમાં 650 ઓવર ફેંકી છે. જેમાં 1670 બોલ ડોટ છે. ડોટ બોલ નાંખવામાં બીજા ક્રમે કોલકાતા નાઈટ રાઈડર્સ ખેલાડી સુનીલ નારાયણ છે. જેણે 679 ઓવરમાં 1605 બોલ ડોટ ફેંક્યા છે. ત્રીજા ક્રમે રવિચંદ્રન અશ્વિન છે. જેણે 753 ઓવરમાં 1566 ડોટ બોલ નાંખ્યા છે. ચોથા ક્રમે પિયુષ ચાવલા છે જેણે 640 ઓવરમાં 1337 ડોટ બોલ ફેંકયા છે. જ્યારે પાંચમા ક્રમે જસપ્રીત બુમરાહ છે. જેણે 506 ઓવરમાં 1269 ડોટ બોલ ફેંક્યા છે.