kl rahul and athiya shetty announce pregnancy : ભારતીય બેટ્સમેન કેએલ રાહુલનું પ્રદર્શન હાલના દિવસોમાં નિરાશાજનક રહ્યું છે. તે બેટથી રન બનાવી શક્યો નથી અને કંગાળ ફોર્મમાં ચાલી રહ્યો છે. જોકે આગામી વર્ષ રાહુલ માટે ખુશીઓ લઈને આવનારું છે. (Pics : athiyashetty/insta)
રાહુલની પત્ની અને અભિનેત્રી આથિયા શેટ્ટીએ આ વાતનો ખુલાસો કર્યો હતો. કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર ખુશખબરી શેર કરી છે. આ કપલ આવતા વર્ષે માતા-પિતા બનવા જઈ રહ્યું છે. (Pics : athiyashetty/insta)
આથિયા શેટ્ટીએ પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે ‘our beautiful blessing is coming soon, 2025’। (અમારી જીવનની મોટી ખુશી 2025માં આવવાની છે). પોસ્ટમાં રાહુલને ટેગ કરવામાં આવ્યો છે. (Pics : athiyashetty/insta)
આ પોસ્ટમાં બાળકના પગ અને તારા પણ બનાવવામાં આવ્યા છે. સાથે જ નઝરબટ્ટુ પણ બનાવ્યું છે અને નીચે રાહુલ અને અથિયા લખેલું છે. અથિયાએ કેપ્શનમાં વ્હાઇટ હાર્ટ પણ પોસ્ટ કર્યું છે. આ પોસ્ટનો સ્પષ્ટ અર્થ એ છે કે આ કપલ આવતા વર્ષે માતા-પિતા બનવા જઈ રહ્યું છે. (Pics : athiyashetty/insta)