સુનીલ શેટ્ટી પોતાના પુત્ર અહાન શેટ્ટી સાથે ફોટોગ્રાફરોને મીઠાઇ વહેંચવા આવ્યા હતા. તેમણે ટિપ્પણી કરી કે કેવી રીતે તે હવે આધિકારિક રુપથી સસરા બની ગયા છે. શેર કરવામાં આવેલા એક વીડિયોમાં સુનીલ શેટ્ટી આભાર વ્યક્ત કરે છે. (તસવીર - કેએલ રાહુલ ફેસબુક)
આ દરમિયાન સુનીલ શેટ્ટીએ કહ્યું કે રિસેપ્શન હાલ થશે નહીં,આઈપીએલ 2023 પછી યોજાશે. લગ્નમાં ફક્ત નજીકના લોકો જ સામેલ થયા હતા. જોકે કપલના રિસેપ્શનમાં લગભગ 3000 લોકો હાજર રહી તેવા સમાચાર છે. (તસવીર - કેએલ રાહુલ ફેસબુક)
મીડિયા રિપોર્ટસ પ્રમાણે આથિયા અને કેએલ રાહુલની પ્રથમ વખત મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી.બન્ને વચ્ચેના રિલેશનનની મીડિયાને જાણ થવા દીધી ન હતી. (તસવીર - કેએલ રાહુલ ફેસબુક)