-
KL Rahul Athiya Shetty Got Married : ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં બન્નેએ લગ્નના સાત ફેરા લીધા હતા. (તસવીર – કેએલ રાહુલ ફેસબુક)
-
સુનીલ શેટ્ટીએ પુત્ર અહાન શેટ્ટી સાથે બહાર આવીને કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન થવાની જાણકારી આપી હતી.(તસવીર – કેએલ રાહુલ ફેસબુક)
-
સુનીલ શેટ્ટી પોતાના પુત્ર અહાન શેટ્ટી સાથે ફોટોગ્રાફરોને મીઠાઇ વહેંચવા આવ્યા હતા. તેમણે ટિપ્પણી કરી કે કેવી રીતે તે હવે આધિકારિક રુપથી સસરા બની ગયા છે. શેર કરવામાં આવેલા એક વીડિયોમાં સુનીલ શેટ્ટી આભાર વ્યક્ત કરે છે. (તસવીર – કેએલ રાહુલ ફેસબુક)
-
આ દરમિયાન સુનીલ શેટ્ટીએ કહ્યું કે રિસેપ્શન હાલ થશે નહીં,આઈપીએલ 2023 પછી યોજાશે. લગ્નમાં ફક્ત નજીકના લોકો જ સામેલ થયા હતા. જોકે કપલના રિસેપ્શનમાં લગભગ 3000 લોકો હાજર રહી તેવા સમાચાર છે. (તસવીર – કેએલ રાહુલ ફેસબુક)
-
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 2018થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. (તસવીર – કેએલ રાહુલ ફેસબુક)
-
મીડિયા રિપોર્ટસ પ્રમાણે આથિયા અને કેએલ રાહુલની પ્રથમ વખત મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી.બન્ને વચ્ચેના રિલેશનનની મીડિયાને જાણ થવા દીધી ન હતી. (તસવીર – કેએલ રાહુલ ફેસબુક)
-
જ્યારે બન્ને સોશિયલ મીડિયા પર એક બીજાને બર્થડેની શુભેચ્છા પાઠવવા લાગ્યા ત્યારે બન્ને વચ્ચે રિલેનશિપ હોવાનો ખુલાસો થયો હતો.(તસવીર – કેએલ રાહુલ ફેસબુક)
