-
અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય સ્પિનર આર અશ્વિને 47.2 ઓવરમાં 91 રન આપી 6 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત તરફથી સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર બન્યો છે. અશ્વિને ભારતના પૂર્વ સ્પિનર અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો છે. આ સિવાય અશ્વિને કારકિર્દીમાં 32મી વખત 5 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે. (Express photo by Nirmal Harindran)
-
આર અશ્વિનની વાત કરવામાં આવે તો તેણે આ ટ્રોફીમાં અત્યાર સુધી 22 મેચની 41 ઇનિંગ્સમાં કુલ 113 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયાના નાથન લિયોનના નામે પણ 113 વિકેટ છે. તેણે આ સિદ્ધિ 26 મેચની 46 ઇનિંગ્સમાં મેળવી છે. (Express photo by Nirmal Harindran)
-
આ યાદીમાં ત્રીજા નંબરે રહેલા અનિલ કુંબલેની વાત કરવામાં આવે તો તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 20 મેચની 38 ઇનિંગ્સમાં 111 વિકેટ ઝડપી છે. (Express photo by Nirmal Harindran)
-
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીના 300 કેચ – ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલીએ નાથન લિયોનના કેચ પકડતા જ એક ખાસ સિદ્ધિ મેળવી છે. કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 300 કેચ પુરા કર્ચા છે. 494 મેચમાં આ સિદ્ધિ મેળવી છે. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 109 કેચ, વન-ડેમાં 141 અને ટી-20માં 50 કેચ કર્યા છે. (Express photo by Nirmal Harindran)
-
કોહલી ભારતનો બીજો એવો ફિલ્ડર છે, જેણે ઇન્ટરનેશનલ મેચમાં 300 કેચ કર્યા છે. ભારતનો રાહુલ દ્રવિડ પ્રથમ નંબરે છે. દ્રવિડે 509 ઇન્ટરનેશનલ મેચમાં 334 કેચ કર્યા છે. (Express photo by Nirmal Harindran)
-
વર્લ્ડ ક્રિકેટમાં 300 કેચ કરનાર કોહલી સાતમો પ્લેયર બન્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે કેચનો રેકોર્ડ શ્રીલંકાના મહેલા જયવર્ધનેના નામે છે. તેણે 662 મેચમાં 440 કેચ કર્યા છે.(Express photo by Nirmal Harindran)
-
ઉસ્માન ખ્વાજાએ વિદેશી ધરતી પર પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. આ સિવાય ખ્વાજાએ એવી સિદ્ધિ મેળવી છે જે રિકી પોન્ટિંગ, મેથ્યુ હેડન અને માઇકલ ક્લાર્ક જેવા દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેળવી શક્યા નથી. ખ્વાજા એશિયામાં એકથી વધારે વખત 150 કે તેનાથી વધારે રનની ઇનિંગ્સ રમનાર ત્રીજો ઓસ્ટ્રેલિયન બન્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડર અને ગ્રાહમ નીલ યલોપે આવી સિદ્ધિ મેળવી છે. ખ્વાજાએ અમદાવાદ ટેસ્ટમાં 180 રન બનાવ્યા છે. આ પહેલા તેણે 2022માં કરાચીમાં 160 રન બનાવ્યા હતા.(Express photo by Nirmal Harindran)
