સચિન તેંડુલકરનું નામ કોના નામથી પ્રેરાઇને રાખવામાં આવ્યું હતું, જાણો ખાસ વાતો
Sachin Tendulkar Birthday :સચિન તેંડુલકરે 1987ના વર્લ્ડ કપમાં બોલ બોય તરીકે કામ કર્યું હતું, માસ્ટર બ્લાસ્ટરે 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું
સ્કૂલમાં ક્રિકેટ રમતા સચિને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. વિનોદ કાંબલી સાથે શારદાશ્રમ સ્કૂલમાં ક્રિકેટ રમતી વખતે તેણે એક જ મેચમાં અણનમ 325 રન બનાવ્યા હતા.
1992 થી સચિન તેંડુલકર 6 વર્લ્ડ કપ રમ્યા છે. 1996, 1999, 2003, 2007માં વર્લ્ડ કપ ભારત પાસેથી સરકી ગયો હતો. ભારતે 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો. જે સચિનનો છેલ્લો વર્લ્ડ કપ હતો.
સચિન તેંડુલકર અને 24મી તારીખનો ખૂબ જ ખાસ સંબંધ છે. 24 ફેબ્રુઆરી, 1988ના રોજ, સચિને હેરિસ શિલ્ડ સેમિફાઇનલમાં વિનોદ કાંબલી સાથે 664 રનની ભાગીદારી કરી હતી.