જસપ્રીત બુમરાહ થી શેન વોટસન – આ 5 ક્રિકેટરે સ્પોર્ટ્સ એન્કર સાથે કર્યા લગ્ન
Cricketers Married With Sports Anchors: ક્રિકેટર અને ફિલ્મ અભિનેત્રી લગ્ન કરી જીવનસાથી બન્યા હોય તેવા ઘણા કપલ છે. અહીં આપણે ક્રિકેટર અને સ્પોર્ટ્સ એન્કર એકબીજાના પ્રેમ પડ્યા અને લગ્ન કર્યા હોય તેવા ખાસ કપલ વિશે જાણીશું.
ક્રિકેટર અને સ્પોર્ટ્સ એન્કર બન્યા જીવનસાથી કહેવાય છે કે લગ્ન તો સ્વર્ગમાં જ નક્કી થાય છે, પરંતુ કેટલાક ક્રિકેટરો માટે પ્રેમ એ જ મેદાન પર ફૂલ્યોફાલ્યો હતો જ્યાં તેમણે નામ કમાવ્યું હતું. આપણે બધાએ ક્રિકેટર-અભિનેતાની જોડી (મન્સૂર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોર, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી) વિશે સાંભળ્યું છે, પરંતુ ક્રિકેટર અને સ્પોર્ટ્સ એન્કરની જોડી પણ ખાસ છે.
જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશન (Jasprit Bumrah Wife Sanjana Ganesan) ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ પછી અને ત્યારબાદ ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની ફાઇનલ પછી જસપ્રિત બુમરાહનો ઇન્ટરવ્યુ લેતા સંજના ગણેશનનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. આ વીડિયો પર કમેન્ટ કરતા ક્રિકેટ અને બિન-ક્રિકેટ યુઝર્સ સંજના અને બુમરાહને કપલ ગોલ (એક એવી જોડી જે પર્સનલ અને પ્રોફેશન વચ્ચે સંતુલન જાળવવામાં સફળ રહે છે) તરીકે પ્રશંસા કરી રહ્યા છે. જસપ્રીત અને સંજનાની પહેલી મુલાકાત આઈપીએલ 2013ની સિઝનમાં થઈ હતી. સંજનાએ જસપ્રીતનો ઇન્ટરવ્યૂ લીધો હતો. સંજના અને જસપ્રીતે લાંબા સમય સુધી પોતાના સંબંધોને મીડિયાની નજરથી દૂર રાખ્યા હતા. વર્ષ 2021માં જ્યારે જસપ્રીતને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી પરત ફરવું પડ્યું હતું ત્યારે આ બંનેના અફેરના સમાચાર પહેલીવાર સામે આવ્યા હતા. બાદમાં બંનેએ સાથે ફોટો શેર કરીને ફેન્સને લગ્નની ખુશખબરી આપી હતી. કહેવાય છે કે જસપ્રીત અને સંજનાએ લગ્ન પહેલા બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. હવે બંનેને એક પુત્ર છે, જેનું નામ અંગદ છે. (Image: sanjana ganesan instagram)
શેન વોટસન અને લી ફર્લોંગ (Shane Watson Wife Lee Furlong) ઓસ્ટ્રેલિયન ટીમના ઓલરાઉન્ડર શેન વોટસન 2006માં લી ફર્લોંગને પહેલી વખત મળ્યો ત્યારે તે ફોક્સના લોકપ્રિય સ્પોર્ટસ એન્કર તરીકે જાણીતી હતી. ખેલકૂદ પ્રત્યે જુસ્સાએ બંને વચ્ચેની મિત્રતાને પ્રેમમાં ફેરવી દીધી હતી. કહેવાય છે કે તેમની મિત્રતામાં તેમના કેટલાક મિત્રોએ પણ ભૂમિકા ભજવી હતી. શેન વોટસન અને લી ફર્લોંગે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ 29 મે, 2010ના રોજ લગ્ન કર્યા હતા. હવે તેમને બે બાળકો છે, જેમનું નામ વિલિયમ અને માટિલ્ડા વિક્ટોરિયા વોટસન છે. (Image: leewatson24)
સ્ટુઅર્ટ બિન્ની અને મયંતી લેંગર (Stuart Binny Wife Mayanti Langer) ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીની મુલાકાત 2008માં સ્ટાર સ્પોર્ટ્સની એન્કર મયંતી લેંગર સાથે થઈ હતી. મયંતી લેંગરે ક્રિકેટ વર્લ્ડ કપ, 2010 ફિફા વર્લ્ડ કપ અને 2010 કોમનવેલ્થ ગેમ્સના ન્યુઝ કવર કર્યા હતા. તે સમયે ઇન્ડિયન ક્રિકેટ લીગ ચાલી રહી હતી અને સ્ટુઅર્ટ બિન્ની હૈદરાબાદ હિરોઝ તરફથી રમી રહ્યો હતો. સ્ટુઅર્ટ બિન્ની અને મયંતી લેંગરે 2012માં લગ્ન કર્યા હતા. મયંતી લેંગરે 2020માં પુત્રને જન્મ આપ્યો હતો. સ્ટુઅર્ટ બિન્ની 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય અને બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્નીનો પુત્ર છે. (Image: Stuart Binny Instagram)
બેન કટિંગ અને એરિન હોલેન્ડ (Ben Cutting wife Erin Holland) ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર બેન કટિંગ સાથેની મુલાકાત વિશે, બિગ બેશ લીગના ભૂતપૂર્વ પ્રસ્તુતકર્તા એરિન હોલેન્ડે 2021 માં સિડની હેરાલ્ડને જણાવ્યું હતું કે, "હું 2014 ના અંતમાં ઇન્સ્ટાગ્રામ પર મારા પતિ, ક્રિકેટર બેન કટિંગને મળી હતી. શરૂઆતમાં અમે ડીએમ (ડાયરેક્ટ મેસેજ) દ્વારા સંપર્કમાં આવ્યા. તે ખૂબ જ અનૌપચારિક અને મૈત્રીપૂર્ણ વાતચીત હતી …. અમે સત્તાવાર રીતે 2015માં ડેટિંગ શરૂ કરી હતી અને ગયા ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા. બેન કટિંગ અને એરિન હોલેન્ડે સપ્ટેમ્બર 2019માં સગાઈ કરી હતી, પરંતુ કોરોના મહામારીના કારણે લગ્નમાં વિલંબ થયો હતો. (Image: Erin Holland)
માર્ટિન ગુપ્ટિલ અને લૌરા મેકગોલ્ડ્રિક (Martin Guptill Wife Laura McGoldrick) ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર માર્ટિન ગુપ્ટિલની વાત કરીએ તો તેની સ્પોર્ટ્સ એન્કર અને પત્રકાર લૌરા મેકગોલ્ડ્રિક સાથે પ્રથમ મુલાકાત ધ ક્રિકેટ શો પર થઇ હતી. ત્યાર પછી લૌરા મેકગોલ્ડ્રિકે તેનો ઇન્ટરવ્યુ લીધો. આ પછી બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ જે થોડા જ દિવસોમાં પ્રેમમાં બદલાઈ ગઈ. માર્ટિન ગુપ્ટિલ અને લૌરા મેકગોલ્ડ્રિકે સપ્ટેમ્બર 2014માં ઓકલેન્ડમાં લગ્ન કર્યા હતા. લૌરા મેકગોલ્ડ્રિકે 2019માં નેપિયરમાં બાંગ્લાદેશ સામેની વનડે મેચ બાદ માર્ટિન ગુપ્ટિલનો ઇન્ટરવ્યુ લીધો હતો. માર્ટિન ગુપ્ટિલે તે મેચમાં અણનમ સદી ફટકારી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તે મેચમાં માર્ટિન ગુપ્ટિલની સદી ગેમ ચેન્જર સાબિત થઈ હતી. માર્ટિન ગુપ્ટિલ અને લૌરા મેકગોલ્ડ્રિક બે બાળકો હાર્લી અને થિયોડોરના માતા-પિતા છે. (Image: Laura McGoldrick Instagram)