-
અડગ મનના પ્રવાસીને હિમાલય પણ નથી નડતો. અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે ઐતિહાસિક સિધ્ધિ મેળવી બતાવી છે. Women’s U19 World Cup ચેમ્પિયન બની ઇતિહાસ રચનાર મહિલા ટીમે બુધવારે અમદાવાદમાં પોતાનો જલવો બતાવ્યો હતો. (Express photo by Nirmal Harindran)
-
મહિલા અંડર-19 ટી-20 વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને હરાવી વિશ્વમાં ડંકો વગાડનાર ભારતીય ટીમને બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે અમદાવાદ આવવા આમંત્રણ આપ્યું હતું. જેને પગલે વિશ્વ વિજેતા મહિલા ટીમ બુધવારે અમદાવાદની મહેમાન બની હતી. (Express photo by Nirmal Harindran)
-
અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બુધવારે યોજાયેલ ભારત ન્યૂઝીલેન્ડ સિરીઝની આખરી ટી-20 મેચ પ્રસંગે ઉપસ્થિત રહેલ વિશ્વ વિજેતા અંડર-19 મહિલા ટીમે મેદાનમાં ચેમ્પિયન ટ્રોફી સાથે સેલિબ્રેશન કર્યું હતું. (Express photo by Nirmal Harindran)
-
અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલ ટીમ ઇન્ડિયા કેપ્ટન શેફાલી વર્માએ ટીમ સાથે અમદાવાદમાં બુધવારે ચેમ્પિયન ટ્રોફી સાથે દર્શકોનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રેક્ષકોએ પણ ટીમ ઇન્ડિયાની સિધ્ધિ બિરદાવી હતી. (Express photo by Nirmal Harindran)
-
અમદાવાદ ખાતે યોજાયેલી ત્રીજી આખરી ટી-20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે ઐતિહાસિક જીત મેળવતાં મેદાનમાં ખુશીનો માહોલ બેવડાયો હતો. (Express photo by Nirmal Harindran)
-
ભારતીય ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી યુવા મહિલા ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરી હતી. (Express photo by Nirmal Harindran)
-
ભારતીય યુવા મહિલા ક્રિકેટ ટીમ વિશ્વ ચેમ્પિયન બનતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટીમને શુભેચ્છાઓ સાથે ટીમનું સન્માન કરાયું હતું. (Express photo by Nirmal Harindran)
-
બીસીસીઆઇ દ્વારા યુવા મહિલા ટીમને એમની સિધ્ધિ બદલ 5 કરોડ રૂપિયા ઇનામ રૂપે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે બીસીસીઆઇ પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ, પૂર્વ કોચ રવિ શાસ્ત્રી સહિત દિગ્ગજ ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા. (Express photo by Nirmal Harindran)
-
અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યુવા મહિલા ટીમના સન્માન પ્રસંગે સચિન તેંડુલકર, જય શાહ અને રવિ શાસ્ત્રીની ખુશીની એક ઝલક. (Express photo by Nirmal Harindran)
-
ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની આખરી ટી-20 મેચમાં ઉપસ્થિત રહેલી અંડર-19 યુવા મહિલા ટીમે પણ મેચની મજા માણી હતી અને સેલ્ફી ખેંચી આ પળને યાદગાર બનાવી હતી. (Express photo by Nirmal Harindran)
-
વિશ્વ વિજેતા અંડર-19 યુવા મહિલા ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન શેફાલી વર્માએ ચેમ્પિયન ટ્રોફી સાથે દર્શકોનું અભિવાદન ઝીલી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, अभी तो ये बस शुरूआत है… (Express photo by Nirmal Harindran)
