World Cup 2023 : ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ અને પ્રખ્યાત કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ આ કાર્યક્રમને હોસ્ટ કર્યો હતો. શાસ્ત્રીએ તમામ 10 કેપ્ટનનું સ્વાગત કર્યું હતું
World Cup 2023 Captains Day events : આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023 ગુરુવારને 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા બુધવારે અમદાવાદમાં કેપ્ટન્સ ડે સેરેમની યોજાઈ હતી. આ કાર્યક્રમમાં કેપ્ટનો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. (Express photo by Nirmal Harindran)
ભારતની વર્લ્ડ કપ અગાઉ બંને મેચો વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. રોહિત શર્માને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમે તે દિવસોમાં વેકેશન મળવાથી ખુશ હતા. અમે છેલ્લા કેટલાક સમયથી ઘણું ક્રિકેટ રમી રહ્યા છીએ. અમે એશિયા કપમાં ચાર અને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચ રમ્યા હતા. આપણે જાણીએ છીએ કે આપણે ક્યાં છીએ.(Express photo by Nirmal Harindran)
બાબર આઝમ ભારત સામેની મેચને લઈને ઉત્સાહિત છે. બાબરે કહ્યું કે અમે ભારત સામેની મેચની રાહ જોઈ રહ્યા છીએ. તે હંમેશાં એક મોટી મેચ હોય છે. પરંતુ તે પહેલાં અમારે બે મેચો રમવાની છે. (Express photo by Nirmal Harindran)
બાબરે કહ્યું કે ભારત પહોંચ્યા બાદ હૈદરાબાદમાં અમને જે પ્રકારનું સ્વાગત મળ્યું તેની અમને અપેક્ષા ન હતી. અમારી પાસે ખૂબ જ સારો આતિથ્ય-સત્કાર થયો. અમને અહીં બિલકુલ ઘર જેવું લાગ્યું.(Express photo by Nirmal Harindran)
ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ અને પ્રખ્યાત કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ આ કાર્યક્રમને હોસ્ટ કર્યો હતો. શાસ્ત્રીએ તમામ 10 કેપ્ટનનું સ્વાગત કર્યું હતું. (Express photo by Nirmal Harindran)
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું- ઓસ્ટ્રેલિયાએ છેલ્લા કેટલાક વર્ષોમાં વન ડે વર્લ્ડ કપમાં ખૂબ જ સારો દેખાવ કર્યો છે. આશા છે કે આ વખતે પણ આવું જ થશે. (Express photo by Nirmal Harindran)