/indian-express-gujarati/media/media_files/2026/02/04/valentine-day-carrot-cake-recipe-2026-02-04-16-19-14.jpg)
Valentine Day Special Carrot Cake Recipe : વેલેન્ટાઇન ડે સ્પેશિયલ કેરેટ કેક રેસીપી. Photograph: (IG Gujarati)
/indian-express-gujarati/media/media_files/2026/02/04/valentine-day-2026-2026-02-04-16-20-29.jpg)
Valentine Day 2026 : વેલેન્ટાઇન ડે 2026
વેલેન્ટાઈન ડે એટલે પ્રેમનો એકરાર દિવસ છે. દર વર્ષે દુનિયાભરના પ્રેમીજનો 14 ફેબ્રુઆરીની આતુરતાથી રાહ જુએ છે. આ દિવસે પોતાના મનગમતા વ્યક્તિ સમક્ષ પ્રેમન એકરાર કરે છે. વેલેન્ટાઇ ડે પહેલાનું સપ્તાહ વેલેન્ટરાઇન ડે વીક તરીકે ઉજવાય છે. 7 થી 14 ફેબ્રુઆરી સુધીના વેલેન્ટાઇન ડે વીકના દરેક દિવસની ખાસ થીમ સાથે ઉજવણી કરવામાં આવે છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/04/valentine-day-cake-recipe-2026-02-04-16-20-59.jpg)
Valentine Day Special Carrot Cake Recipe : વેલેન્ટાઇન સ્પેશિયલ ગાજર કેક રેસીપી
કહેવાય છે કે, વ્યક્તિના દિલ સુધી જવાનો રસ્તો પેટ માંથી પસાર થાય છે. સરળ શબ્દોમાં કહીયે તે વ્યક્તિને તેની મનગમતી વાનગી ખવડાવી તેનું દિલ જીતી શકાય છે. આવી સ્થિતિમાં આ વેલેન્ટાઇન ડે પર તમારા પાર્ટનર માટે મેંદા અને ખાંડ વગર ટેસ્ટી કેક બનાવી તેમનું દિલ જીતી શકો છો.
/indian-express-gujarati/media/media_files/2026/02/04/carrot-cake-recipe-2026-02-04-16-21-21.jpg)
કેરેટ કેક બનાવવા માટે સામગ્રી
ગાજરની છીણ - 2 કપ, દૂધ - 1 કપ, રાગીનો લોટ - 1 કપ, ગોળ - 1 કપ, બટર - 1/2 કપ, બેકિંગ સોડા - 1 નાની ચમચી, તજ પાઉડર - 1 નાની ચમચી, જાયફળ પાઉડર - 1 નાની ચમચી, વેનીલા એસેન્સ - 1 નાની ચમચી, ડ્રાયફૂટ્સના ટુકડા - 1/2 કપ, મીઠું - 1 ચપટી, ક્રિમ અને ચોકલેટ
/indian-express-gujarati/media/media_files/2026/02/04/cake-ingredients-2026-02-04-16-22-23.jpg)
દૂધ ઉકાળો અને ગાજરને ઝીણો
ગાજરની કેક બનાવવા માટે સૌથી પહેલે એક વાસણમાં 1 લીટર દૂધ ઉકાળીને અડધું જેટલું રહે જ્યાં સુધી ઉકાળો. આ દરમિયાન ગાજર પાણીમાં સારી ધોયા બાદ તેની છાલ ઉતારી લો. હવે બારીક કાણા વાળી ખમણી પર ગાજર છીણી લો. ગાજરની છીણને હાથ વડે દબાવી વધારાનું પાણી કાઢી લો.
/indian-express-gujarati/media/media_files/2026/02/04/cake-batter-mixer-2026-02-04-16-23-00.jpg)
કેકની સામગ્રી મિક્સ કરો
હવે એક બાઉલમાં રાગીનો લોટ, છીણેલો ગોળ અને બટર નાંખો અને બધી સામગ્રી મિક્સ સારી રીતે ફેંટી લો. તેમા ધીમે ધીમે ઉકાળેલું દૂધ રેડો. ત્યાર બાદ વ્હાઇટ વિનેગર, બેકિંગ સોડા, વેનિલા એસેન્સ અને ચપટી મીઠું ઉમેરી બધી સામગ્રીને બરાબર ફેટી લો. સામગ્રી જેટલી સારી રીતે ફેંટશો, કેક એટલો વધુ સ્પોન્જી અને સોફ્ટ બનશે.
/indian-express-gujarati/media/media_files/2026/02/04/cake-batter-2026-02-04-16-23-30.jpg)
કેકના બેટરને એક જ દિશામાં ફેંટો
હવે તેમા બારીક છીણેલું ગાજર કેકના બેટરમાં ઉમેરો. કેકના ખીરાને એક જ દિશામાં 10 થી 12 મિનિટ સુધી ફેંટો. તેનાથી બધી સામગ્રી સારી રીતે મિક્સ થઇ જશે.
/indian-express-gujarati/media/media_files/2026/02/04/cake-tray-2026-02-04-16-24-06.jpg)
ઓવનમાં કેક બેક કરો
કેક ટ્રેમાં બટર પેપર મૂકી આ બેટર રેડો. ઓવનમાં 25 થી 30 મિનિટ સુધી કેક બેક થવા દો.
/indian-express-gujarati/media/media_files/2026/02/04/carrot-cake-2026-02-04-16-24-27.jpg)
ગાજરની ટેસ્ટી કેક તૈયાર
કેક બરાબર બેક થયા બાદ તેના પર ક્રિમ, ચોકલેટ અને ડ્રાયફૂટ્સના ટુકડા વડે ગાર્નિશ કરો. તમારી ટેસ્ટી અને હેલ્ધી કેરેટ કેક તૈયાર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us