/indian-express-gujarati/media/media_files/2025/12/26/top-10-google-search-destinations-by-indian-2025-12-26-15-41-29.jpg)
Top 10 Google Search Destinations by Indian In 2025 : વર્ષ 2025માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા સ્થળોની યાદી. Photograph: (Freepik)
/indian-express-gujarati/media/media_files/2025/12/26/famous-tourist-places-in-india-2025-12-26-15-41-29.jpg)
વર્ષ 2025માં ભારતીયો દ્વારા ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ટોપ 10 સ્થળ
ભારતીયો ફરવાના બહુ શોખીન હોય છે. મોટી સંખ્યામાં ભારતીય લોકો દેશ અને વિદેશમાં ફરવા જાય છે. ટેકનોલોજીના સમયમાં લોકો જ્યાં ફરવા જવાના હોય તે સ્થળ વિશે પણ સર્ચ કરીને માહિતી મેળવે છે. ગુગલે ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરાયેલા સ્થળોની યાદી પણ બહાર પાડી છે. ચાલો જાણીએ કે ભારતીયો કયા ક્યા સ્થળોની મુલાકાત લે છે.
/indian-express-gujarati/media/media_files/2025/12/26/pondicherry-2025-12-26-15-41-29.jpg)
10. પોંડિચેરી (Pondicherry)
પોંડિચેરી પૂર્વનું પેરિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તેના સુંદર દરિયાકિનારા અને શાંત વાતાવરણ માટે પ્રખ્યાત છે. આ વર્ષે સૌથી વધુ સર્ચ થયેલા ડેસ્ટિનેશન લિસ્ટમાં દસમા ક્રમે છે.
/indian-express-gujarati/media/media_files/2025/12/26/somnath-2025-12-26-15-41-29.jpg)
9. સોમનાથ (Somnath)
ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતના પ્રભાસ પાટણ વિસ્તારમાં આવેલું છે. 2025માં સોમનાથ સૌથી વધુ સર્ચ થયેલા ડેસ્ટિનેશન લિસ્ટમાં સ્થાન ધરાવે છે. દર વર્ષે લાખો કરોડો લોકો સોમનાથ મંદિરે દર્શન કરવા આવે છે. Gujarat Tourism
/indian-express-gujarati/media/media_files/2025/12/26/maldives-2025-12-26-15-41-29.jpg)
8. માલદીવ્સ (Maldives)
માલદીવ્સના અર્થતંત્રમાં પ્રવાસ ઉદ્યોગનું યોગદાન નોંધપાત્ર છે, અને ભારતીયો તેમા મોટો ફાળો આપે છે. તે 2025માં સૌથી વધુ સર્ચ થયેલા સ્થળોમાં સ્થાન ધરાવે છે.
/indian-express-gujarati/media/media_files/2025/12/26/phuket-2025-12-26-15-41-29.jpg)
7. ફુકેટ (Phuket)
ફુકેટ થાઇલેન્ડના સૌથી લોકપ્રિય પ્રવાસ સ્થળોમાંનું એક છે, જે તેની નાઇટલાઇફ, બીચ પાર્ટીઓ, આઇલેન્ડ ટુર અને સ્ટ્રીટ ફૂડથી પ્રવાસીઓને આકર્ષે છે. આ વર્ષે તે ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા સ્થળોમાં સાતમા સ્થાને હતું.
/indian-express-gujarati/media/media_files/2025/12/26/phu-quoc-2025-12-26-15-41-29.jpg)
6. ફુ ક્વોક (Phu Quoc)
ફુ ક્વોક વિયેતનામ અને થાઇલેન્ડની નજીક સ્થિત એક સુંદર અને મોટો ટાપુ છે. ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા ડેસ્ટિનેશન લિસ્ટમાં તે છઠ્ઠા ક્રમે છે. તે તેના લક્ઝુરિયસ રિસોર્ટ અને સફેદ રેતીના દરિયાકિનારા માટે પ્રખ્યાત છે.
/indian-express-gujarati/media/media_files/2025/12/26/kashmir-2025-12-26-15-41-29.jpg)
5. કાશ્મીર (Kashmir)
કાશ્મીર ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલા સ્થળોમાંનું એક છે, જેને પૃથ્વી પરનું સ્વર્ગ તરીકે કહેવામાં આવે છે.
/indian-express-gujarati/media/media_files/2025/12/26/mauritius-2025-12-26-15-41-29.jpg)
4. મોરેશિયસ (Mauritius)
મોરેશિયસ ભારતીયો માટે પણ એક પ્રિય સ્થળ છે. તેના સ્વચ્છ દરિયાકિનારા, વાદળી લેગૂન, વોટર સ્પોર્ટ્સ અને લક્ઝ્યુરિયસ રિસોર્ટ્સ પ્રવાસીઓમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.
/indian-express-gujarati/media/media_files/2025/12/26/georgia-2025-12-26-15-41-29.jpg)
3. જ્યોર્જિયા (Georgia)
જ્યોર્જિયા તેના પર્વતો, વાઇન કલ્ચર અને સસ્તી હોટલ માટે પ્રખ્યાત છે. વર્ષ 2025 દરમિયાન તે ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરાયેલો પણ હતો.
/indian-express-gujarati/media/media_files/2025/12/26/philippines-2025-12-26-15-41-29.jpg)
2. ફિલિપાઇન્સ (Philippines)
ફિલિપાઇન્સ ભારતીયો દ્વારા બીજા ક્રમનું સૌથી વધુ સર્ચ કરાયેલું સ્થળ છે, જે તેના સુંદર દરિયાકિનારા, સ્વચ્છ વાદળી પાણી અને બજેટ ફ્રેંડલી જીવનશૈલી માટે જાણીતું છે. ભારતીયો ત્યાં વિઝા વગર ફરવા જઇ શકે છે.
/indian-express-gujarati/media/media_files/2025/12/26/mahakumbh-2025-2025-12-26-15-41-29.jpg)
1. પ્રયાગરાજ, મહાકુંભ 2025 (Mahakumbh 2025)
ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલો કાર્યક્રમ પ્રયાગરાજમાં યોજાયો હતો તે મહાકુંભ 2025 હતો. પ્રયાગરાજ મહાકુંભ 12 જાન્યુઆરી થી 26 ફેબ્રુઆરી, 2025 દરમિયાન યોજાયો હતો અને તેમાં દુનિયાભરમાંથી 66 કરોડથી વધુ લોકોએ ગંગા નદીમાં ડુબકી લગાવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us