IPL Highest Partnerships : આઈપીએલ 2024ની 59મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ અને સાઇ સુદર્શને શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. આ મેચમાં શુભમન ગિલે સાઈ સુદર્શન સાથે મળીને 210 રનની ભાગીદારી નોંધાવી હતી. આ સાથે જ તેમણે આઇપીએલમાં ગુજરાત માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ સિવાય આઈપીએલમાં ચોથા નંબરની સૌથી મોટી ભાગીદારી નોંધાવી હતી.
શુભમન ગિલે આ સિઝનની પ્રથમ સદી ફટકારી
શુભમન ગિલે સીએસકે સામેની આ મેચમાં પ્રથમ 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને તે પછી તેણે 50 બોલમાં પોતાની સદી પણ ફટકારી હતી. કેપ્ટન ગિલે આ મેચમાં 55 બોલમાં 6 સિક્સર અને 9 ફોરની મદદથી 104 રન બનાવ્યા હતા અને ત્યારબાદ આઉટ થઈ ગયો હતો.
આઈપીએલની ટોપ 10 ભાગીદારી
પાર્ટનર રન વિકેટ ટીમ હરિફ સ્થળ વર્ષ વિરાટ કોહલી-એબી ડી વિલિયર્સ 229 બીજી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ગુજરાત લાયન્સ બેંગ્લોર 2016 વિરાટ કોહલી-એબી ડી વિલિયર્સ 215* બીજી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મુંબઈ ઇન્ડિયન્સ મુંબઈ 2015 કેએલ રાહુલ-ક્વિન્ટોન ડી કોક 210* પ્રથમ લખનઉ સુપર જાયન્ટ્સ કોલકાતા નાઈટ રાઇડર્સ મુંબઈ 2022 શુભમન ગિલ-સાઇ સુદર્શન 210 પ્રથમ ગુજરાત ટાઇટન્સ ચેન્નાઇ સુપર કિંગ્સ અમદાવાદ 2024 શોન માર્શ-એડમ ગિલક્રિસ્ટ 206 બીજી કિંગ્સ ઇલેવન પંજાબ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ધર્મશાળા 2011 વિરાટ કોહલી-ક્રિસ ગેઇલ 204* બીજી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દિલ્હી ડેરડેવિલ્સ દિલ્હી 2012 ડેવિડ વોર્નર-નમન ઓઝા 189* બીજી દિલ્હી ડેરડેવિલ્સ ડેકક્ન ચાર્જસ હૈદરાબાદ 2012 ડેવિડ વોર્નર-જોની બેયરસ્ટો 185 પ્રથમ સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હૈદરાબાદ 2019 ક્રિસ લાયન-ગૌતમ ગંભીર 184* પ્રથમ કોલકાતા નાઇટ રાઇડર્સ ગુજરાત લાયન્સ રાજકોટ 2017 કેએલ રાહુલ-મયંક અગ્રવાલ 183 પ્રથમ કિંગ્સ ઇલેવન પંજાબ રાજસ્થાન રોયલ્સ શારજાહ 2020
આ પણ વાંચો – કોણ છે મેદાન પર કેએલ રાહુલ પર ગુસ્સે થનાર સંજીવ ગોએન્કા? ધોની સાથે પણ કરી ચૂક્યા છે ખરાબ વ્યવહાર
શુભમન ગિલે સૂર્યકુમાર અને ઋતુરાજની બરાબરી કરી
ગિલે સીએસકે સામે સદી ફટકારી હતી અને તે ટી 20 ક્રિકેટમાં તેની છઠ્ઠી સદી હતી. આ પહેલા રૂતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ ટી-20માં 6 સદી ફટકારવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ગિલે હવે આ બેટ્સમેનોની બરાબરી કરી લીધી છે. વિરાટ કોહલી ભારત તરફથી ટી 20 માં સૌથી વધુ 9 સદી ફટકારી છે, જ્યારે રોહિત શર્માએ 8 સદી ફટકારી છે.
ટી-20માં સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય બેટ્સમેનો
- 9 – વિરાટ કોહલી
- 8 – રોહિત શર્મા
- 6 – રુતુરાજ ગાયકવાડ
- 6 – કેએલ રાહુલ
- 6 – સૂર્યકુમાર યાદવ
- 6 – શુભમન ગિલ