પ્રત્યુષ રાજ : વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ’12th Fail’માં એક ગીત ‘રિસ્ટાર્ટ’, જે દર વખતે ત્યારે વાગે છે જ્યારે હીરો મનોજ શર્મા (વિક્રાંત મેસી) અને ગૌરી ભૈયા (અંશુમાન પુષ્કર) યુપીએસસી પરીક્ષામાં નાપાસ થાય છે. આ ગીત અગ્નિ ચોપડા મુંબઈથી મિઝોરમમાં રહેવા આવ્યાના લગભગ એક વર્ષ પહેલા લખવામાં આવ્યું હતું. પરંતુ તે આ ગીત સાથે જોડાયેલા હોવાનો અહેસાસ કરે છે. હાલ રણજી ટ્રોફીમાં અગ્નિ ચોપડા છવાયો છે.
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા અગ્નિએ 12મી ફેઇલના ગીત રિસ્ટાર્ટ સાથે પોતાના જોડાણ વિશે જણાવ્યું હતું કે હવે એક કનેક્શન છે, પરંતુ આ ગીત હું મિઝોરમમાં રહેવા ગયો તેના એક વર્ષ પહેલા લખવામાં આવ્યું હતું. હું 2023માં મિઝોરમ ગયો હતો પરંતુ તે લાઇન જીવનમાં દરેક જગ્યાએ લાગુ પડે છે. તે બોલીવૂડના જાણીતા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપડા અને પત્રકાર અનુપમા ચોપડાના પુત્ર છે.
95.87ની એવરેજ સાથે 767 રન બનાવ્યા
મિઝોરમ તરફથી રમતા અગ્નિ ચોપડાએ પ્લેટ ગ્રુપમાં ચાર મેચની આઠ ઇનિંગ્સમાં પાંચ સદી અને એક અડધી સદી ફટકારી છે. જેમાં મેઘાલય સામેની આખરી મેચમાં 105 અને 101 રનની ઈનિંગ્સનો સમાવેશ થાય છે. 25 વર્ષીય ખેલાડીએ ચાર મેચમાં 95.87ની એવરેજ સાથે 767 રન બનાવ્યા છે. અગ્નિએ ધાર્યું હોત તો તે સરળતાથી ફિલ્મી દુનિયામાં કરિયર બનાવી શક્યો હોત પરંતુ તેણે ક્રિકેટ પર પસંદગી ઉતારી હતી. આ વાતથી તેના પિતાને આશ્ચર્ય થયું હતું. તેમણે કહ્યું કે આ કોનો દીકરો છે? આ મારો દીકરો ન હોઈ શકે.
આ પણ વાંચો – જય શાહ ફરી એશિયન ક્રિકેટ કાઉન્સિલ અધ્યક્ષ બન્યા, બનાવ્યો આ રેકોર્ડ
અગ્નિ ચોપડાએ ફિલ્મ ન પસંદ કરવા પર શું કહ્યું
અગ્નિએ ક્રિકેટ પસંદ કરવાને લઇને ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે જ્યારે હું 7-8 વર્ષનો હતો ત્યારે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. મને ફિલ્મમાં રસ ન હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભાઇ-ભત્રીજાવાદ છે. હું માત્ર અભિનેતાઓની જ નહીં, પરંતુ એક નિર્માતાની પણ વાત કરી રહ્યો છું. મારા પિતા મને એન્ટ્રી અપાવી શક્યા હોત પરંતુ મારું દિલ ક્યારેય તેમાં લાગ્યું નહીં.
વિધુ વિનોદ ચોપડાએ શોટ સિલેક્શન પર કરે છે સવાલ
વિધુ વિનોદ ચોપરાને ક્રિકેટ પસંદ છે અને તેમણે ક્રિકેટ પર આધારિત ફિલ્મ ફરારીની સવારીને પ્રોડ્યુસ કરી ચુક્યા છે. તે પોતાના દીકરાની ક્રિકેટ કરિયર પર નજર રાખે છે. તે તેને શોટ સિલેક્શન પર સવાલ પણ કરે છે. અગ્નિ કહે છે એ પૂછે છે કે તમે આ શોટ કેમ રમ્યો? તું આવી રીતે કેવી રીતે આઉટ શકે છે? ક્રિકેટની વાત એ છે કે દરેક જણ કોચ છે. દરેક વ્યક્તિ ક્રિકેટને ક્રિકેટરો કરતાં પણ વધારે જાણે છે.