Abhishek Sharma : ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી 20 માં અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરતા 34 બોલમાં 5 ફોર 8 સિક્સર સાથે 79 રન ફટકાર્યા હતા. તેણે ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે આઈપીએલ પહેલા શાનદાર ફોર્મમાં આવી ગયો છે. આઈપીએલમાં તે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતો જોવા મળે છે. અભિષેક શર્માને હૈદરાબાદે 14 કરોડમાં રિટેન કર્યો હતો.
અભિષેક શર્મા યુવરાજ સિંહનો શિષ્ય
પંજાબ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમનારો અભિષેક શર્મા 2018ની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો. ત્યારથી તે યુવરાજ સિંહની દેખરેખમાં છે, જે તેને ટ્રેનિંગ આપે છે અને તેની દરેક ઈનિંગ્સ પર ચાંપતી નજર રાખે છે. અભિષેકને અંડર-19 વર્લ્ડ કપ અને ડોમેસ્ટિક ક્રિકેટ બાદ આઇપીએલનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, જે તેની કમાણીનો સૌથી મોટો સ્ત્રોત છે. અભિષેક શર્મા યુવરાજ સિંહનો શિષ્ય છે.
બ્રાન્ડ્સ અને કાર કલેક્શન
અભિષેક શર્મા colexiom.io, TCL,Ton જેવી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. આ સિવાય તેમને બેટ પર એસએસના સ્ટીકર માટે પણ પૈસા મળે છે. અભિષેક શર્માના ઘર વિશે વધુ માહિતી નથી. જોકે અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિષેકે અમૃતસરના પોશ વિસ્તારમાં એક ઘર લીધું છે. કારના કલેક્શનની વાત કરીએ તો તેની પાસે બીએમડબલ્યુ 3 સીરીઝ છે.
આ પણ વાંચો – મોહમ્મદ શમીએ સંભળાવી દર્દભરી કહાની, કહ્યું – દોડવામાં પણ ડર લાગતો હતો
પ્રથમ ટી 20માં ભારતનો 7 વિકેટે વિજય
બોલરોના શાનદાર પ્રદર્શન બાદ અભિષેક શર્માની અડધી સદીની (79) મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી 20માં 7 વિકેટે વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 10 વિકેટે 132 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 12.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી ટી 20 મેચ 25 જાન્યુઆરીએ ચેન્નાઇમાં રમાશે.





