U19 Asia Cup: અંડર 19 એશિયા કપ 2023, પાકિસ્તાને ભારતને 8 વિકેટથી હરાવ્યું, મોહંમ્મદ ઝિશાને કરી કમાલ

U 19 Asia Cup IND vs PAK: અંડર 19 એશિયા કપ 2023 ભારત વિ પાકિસ્તાન મેચ હાઇલાઇટ્સ જાણો. દુબઇમાં રમાયેલી ભારત વિ પાકિસ્તાન મેચમાં પાક બોલર મોહમ્મદ ઝિશાનની ધારદાર બોલિંગ અને બેટ્સમેન અઝાન અવૈસની સદીને પગલે પાકિસ્તાને ભારતને આઠ વિકેટથી હરાવ્યું હતું.

U 19 Asia Cup IND vs PAK: અંડર 19 એશિયા કપ 2023 ભારત વિ પાકિસ્તાન મેચ હાઇલાઇટ્સ જાણો. દુબઇમાં રમાયેલી ભારત વિ પાકિસ્તાન મેચમાં પાક બોલર મોહમ્મદ ઝિશાનની ધારદાર બોલિંગ અને બેટ્સમેન અઝાન અવૈસની સદીને પગલે પાકિસ્તાને ભારતને આઠ વિકેટથી હરાવ્યું હતું.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
U 19 Asia Cup Live Score | India vs Pakistan Highlights | Cricket Live Score U 19

U 19 Asia Cup: અંડર 19 એશિયા કપમાં પાકિસ્તાને ભારતને આઠ વિકેટથી હરાવ્યું (ફોટો ક્રેડિટ - એસીસી ઇન્ટાગ્રામ)

U19 India vs Pakistan: અંડર 19 એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું છે. પાકિસ્તાન યુવા ખેલાડીઓએ બોલિંગ અને બેટિંગમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી 260 રનનો લક્ષ્યાંક 47 ઓવરમાં જ પુરો કરી ભારતને આઠ વિકેટથી હાર આપી હતી. આ અગાઉ ભારતે પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. જ્યારે પાકિસ્તાન બંને મેચમાં વિજયી થયું છે.

Advertisment

ભારતનો સ્કોર 9 વિકેટ પર 259 રન

એશિયાની આઠ ટીમો વચ્ચે દુબઇમાં અંડર 19 એશિયા કપ 2023 રમાઇ રહ્યો છે. જેમાં રવિવારે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ હતી. ભારતે પ્રથમ દાવ લેતાં 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 259 રન બનાવ્યા હતા. ભારત તરફથી ત્રણ ખેલાડીઓએ હાફ સેન્ચુરી ફટકારી હતી. જેમાં આદર્શ સિંહ 62 રન, ઉદય શર્મા 60 રન અને સચિન ધાસે 58 રન બનાવ્યા હતા.

પાક બોલર મોહમ્મદ ઝિશાને કરી કમાલ

નેપાળ સામેની પ્રથમ મેચમાં છ વિકેટ લેનાર પાકિસ્તાની બોલર મોહમ્મદ ઝિશાને ભારત સામે પણ જોરદાર દેખાવ કર્યો હતો. ઝિશાને 10 ઓવરમાં 46 રન આપી 4 વિકેટ ઝડપી હતી. ઝિશાને રુદ્ર પટેલ (1 રન), મુશિર ખાન (2 રન), સચિન દાસ (58 રન) અને રાજ લિંબાણી (7 રન) ને પોતાના શિકાર બનાવ્યા હતા. ઝિશાને શાનદાર બોલિંગ કરી બેટ્સમેનોને કંટ્રોલમાં રાખ્યા હતા.

https://www.instagram.com/p/C0rVQZYpyDW/

પાકિસ્તાને આઠ વિકેટથી જીત મેળવી

ભારતે આપેલા 260 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં પાકિસ્તાને 47 ઓવરમાં જ ટારગેટ પુરો કર્યો હતો. 2 વિકેટ પર 263 રન બનાવી ભારતને આઠ વિકેટથી હાર આપી હતી. પાકિસ્તાન તરફથી રમતાં શાહઝૈબ ખાન અને એઝાન અવૈસે શાનદાર બેટીંગ કરી હતી. અઝાન 130 બોલમાં 105 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે શાહઝૈબ ખાને 88 બોલમાં 63 રન બનાવ્યા હતા. ભારત તરફથી મુરુગન એભિષેકને 2 વિકેટ મળી હતી.

Advertisment
Asia Cup 2023 પાકિસ્તાન ક્રિકેટ ટીમ india ક્રિકેટ