દુબઇ ખાતે શુક્રવારથી અંડર 19 એશિયા કપ શરુ થવા જઇ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટના પ્રારંભે અફઘાનિસ્તાન સામે ટકરાશે. એશિયાની આઠ ટીમોને ચાર ચારની ટીમો બનાવી બે જૂથમાં વહેંચવામાં આવી છે. ભારત, નેપાળ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ટીમને ગ્રુપ એમાં રાખવામાં આવી છે. જ્યારે ગ્રુપ બીમાં શ્રીલંકા, જાપાન, બાંગ્લાદેશ અને યજમાન યૂએઇની ટીમને રાખવામાં આવી છે.
અમીરાત ક્રિકેટ બોર્ડની યજમાનીમાં આયોજિત અંડર 19 એશિયા કપ 2023 માં એશિયાની આઠ ટીમોને બે જૂથમાં વહેંચવામાં આવી છે. 50 ઓવરની આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો શરુઆતમાં ગ્રુપ સ્ટેજ મેચો રમાશે જે બાદ ટોચની બે ટીમો સેમિફાઇનલમાં જશે. જે આગામી 15 ડિસેમ્બર, શુક્રવારે રમાશે તેમજ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે 17 ડિસેમ્બર, રવિવારે રમાશે.
અંડર 19 એશિયા કપ 2023 શિડ્યુઅલ
- 8 ડિસેમ્બર – ભારત વિ અફઘાનિસ્તાન, આઇસીસી એકેડેમી ઓવલ 1
- 8 ડિસેમ્બર – પાકિસ્તાન વિ નેપાળ, આઈસીસી એકેડેમી, ઓવલ 2
- 9 ડિસેમ્બર – બાંગ્લાદેશ વિ યૂએઈ, આઈસીસી એકેડેમી ઓવલ 1,
- 9 ડિસેમ્બર – શ્રીલંકા વિ જાપાન, આઈસીસી એકેડેમી ઓવલ 2,
- 10 ડિસેમ્બર ભારત વિ પાકિસ્તાન, આઈસીસી એકેડેમી ઓવલ 1,
- 10 ડિસેમ્બર – અફઘાનિસ્તાન વિ નેપાળ, આઈસીસી એકેડેમી ઓવલ 2,
- 11 ડિસેમ્બર – શ્રીલંકા વિ યૂએઈ, આઈસીસી એકેડેમી ઓવલ 1
- 11 ડિસેમ્બર – બાંગ્લાદેશ વિ જાપાન, આઈસીસી એકેડેમી ઓવલ 2,
- 12 ડિસેમ્બર – પાકિસ્તાન વિ અફઘાનિસ્તાન, આઈસીસી એકેડેમી ઓવલ 1
- 13 ડિસેમ્બર – બાંગ્લાદેશ વિ શ્રીલંકા, આઈસીસી એકેડેમી ઓવલ 1,
- 13 ડિસેમ્બર યૂએઈ વિ જાપાન, આઈસીસી એકેડેમી ઓવલ 2,
- 15 ડિસેમ્બર – સેમીફાઈનલ 1, આઈસીસી એકેડેમી ઓવલ 1
- 15 ડિસેમ્બર – સેમીફાઈનલ 2, આઈસીસી એકેડેમી ઓવલ 2,
- 17 ડિસેમ્બર – ફાઈનલ, દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
ભારત અંડર 19 ટીમ
ઉદય સહારન (કેપ્ટન), સૌમ્ય કુમાર પાંડે (વીસી), અરવેલી અવનીશ રાવ (વિકી), અર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રુદ્ર પટેલ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, સચિન ધાસ, મરુગન અભિષેક, ઇનેશ મહાજન, ધનુષ ગૌડા, રાજ લિંબાણી, આરાધ્યા શુકલા અને નમન તિવારી
ભારત પાકિસ્તાન વચ્ચે ટક્કર
અંડર 19 એશિયા કપમાં એશિયાની આઠ ટીમો રમી રહી છે. જેમાં ભારત અને પાકિસ્તાન ગ્રુપ એમાં છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાથી બંને વચ્ચે 10 ડિસેમ્બરે લીગ મેચ રમાશે.





