Edin Rose : ભારતીય ક્રિકેટ ટીમના બેચલર શ્રેયસ ઐયર પર ઘણી યુવતીઓને ક્રશ હશે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે કોઈએ જાહેરમાં તેના પ્રત્યેની લાગણી વ્યક્ત કરી છે. એટલું જ નહીં આ અભિનેત્રી એ બધું જ કહી દીધું જે એકદમ આશ્ચર્યજનક છે. બિગ બોસ 18 દ્વારા ફેમસ થયેલી ઇડન રોઝે શ્રેયસ ઐયર પ્રત્યેનો પ્રેમ બધાની સામે વ્યક્ત કર્યો હતો અને પોતાના ભવિષ્યના પ્લાન વિશે પણ સ્પષ્ટતા કરી હતી.
ઈડન રોઝ શ્રેયસ ઐયરને પતિ માની ચુકી છે
ઈડન રોઝ બિગ બોસ 18 દ્વારા ફેમસ થઈ છે અને તે હજુ સુધી તે સ્ક્રીન પર જોવા મળી નથી. જોકે તે ઘણી ઇવેન્ટ્સમાં ચોક્કસ જોવા મળે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા ઘણા રાઝ ખોલ્યા હતા. તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તે શ્રેયસ ઐયરના પ્રેમમાં પાગલ છે. ઇડન ફિલ્મ જ્ઞાનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે શ્રેયસ ઐયરને ખૂબ પસંદ કરે છે. તે શ્રેયસને એટલો પસંદ કરે છે કે તેણે મનમાં જ પોતાના પતિ તરીકે સ્વીકારી લીધો છે.
ઇડને વધુમાં જણાવ્યું હતું કે તેના મનમાં તે શ્રેયસ ઐયર સાથે લગ્ન પણ કરી ચુકી છે અને તે પોતાને આ ક્રિકેટરના બે બાળકોની માતા પણ માની ચૂકી છે. જોકે શ્રેયસ ઈડનને કેટલો પ્રેમ કરે છે તે અંગે તેણે કંઈ કહ્યું નથી, પરંતુ તેની આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે તેને પંજાબ કિંગ્સના કેપ્ટનને ઘણી પસંદ કરે છે. ઈડનને ક્રિકેટ ખૂબ જ પસંદ છે અને થોડા દિવસ પહેલા તેણે આઈપીએલની એક મેચ દરમિયાન શ્રેયસની ઈનિંગ જોઈ હતી અને તેનાથી તે ખૂબ જ પ્રભાવિત થઇ હતી.
આ પણ વાંચો – ભારત વિ ઇંગ્લેન્ડ ટેસ્ટ : ભારતની પ્લેઇંગ 11 માં 4 સ્થાન ખાલી? જાણો કયા ખેલાડીઓને મળશે તક
પંજાબ કિંગ્સનો ફાઇનલમાં પરાજય થયો
તમને જણાવી દઈએ કે શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સે આઈપીએલ 2025 માટે ખરીદ્યો હતો. શ્રેયસે 11 વર્ષ બાદ ટીમને આઇપીએલની ફાઇનલમાં પહોંચાડી હતી. જોકે ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સનો આરસીબી સામે 6 રનથી પરાજય થયો હતો અને ટીમ પ્રથમ વખત આઇપીએલ ચેમ્પિયન બનવાથી ચૂકી ગઇ હતી. શ્રેયસ ઐયર આ સિઝનમાં કેપ્ટન તરીકે ખૂબ જ સફળ રહ્યો હતો અને તે પંજાબ કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ રહ્યો હતો.