હાર્દિક પંડ્યાને ડેટ કરી ચુકી છે ઇશા ગુપ્તા? કહ્યું – 2-3 વખત મળ્યા, કેટલાક મહિના વાત થઇ, બધું ખતમ થઇ ગયું

Esha Gupta : અભિનેત્રી ઇશા ગુપ્તા એ હવે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાને ડેટ કરવા અંગે પોતાનું મૌન તોડ્યું છે. વર્ષ 2018માં બંનેના ઘણા ડેટિંગ રૂમર્સ હતા

Written by Ashish Goyal
June 25, 2025 14:49 IST
હાર્દિક પંડ્યાને ડેટ કરી ચુકી છે ઇશા ગુપ્તા? કહ્યું – 2-3 વખત મળ્યા, કેટલાક મહિના વાત થઇ, બધું ખતમ થઇ ગયું
અભિનેત્રી ઈશા ગુપ્તાએ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાને ડેટ કરવા અંગે પોતાનું મૌન તોડ્યું (તસવીર - ઇન્સ્ટાગ્રામ)

Esha Gupta On Hardik Pandya Dating Rumours: ઈશા ગુપ્તા બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે. તે માત્ર પોતાની ફિલ્મો અને અદાઓને લઈને જ ચર્ચામાં નથી રહેતી, પરંતુ તેની પર્સનલ લાઈફની પણ ખૂબ ચર્ચા થાય છે. તેમનું નામ ઘણા સેલેબ્સ સાથે જોડાયું છે. હાલમાં તે સ્પેનિશ બોયફ્રેન્ડ મેન્યુઅલ કંપોસને ડેટ કરી રહી છે. ગયા વર્ષે બંનેના લગ્નને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. આવી સ્થિતિમાં અભિનેત્રીએ હવે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાને ડેટ કરવા અંગે પોતાનું મૌન તોડ્યું છે. વર્ષ 2018માં બંનેના ઘણા ડેટિંગ રૂમર્સ હતા. હવે તેણે જણાવ્યું કે હાર્દિક સાથે તેનો સંબંધ કેવો હતો.

ઈશા ગુપ્તાએ ઈન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

હાલમાં જ ઈશા ગુપ્તા સિદ્ધાર્થ કાનનના ઈન્ટરવ્યૂમાં પહોંચી હતી. આ દરમિયાન તેણે હાર્દિક પંડ્યા સાથે વાતચીત થઇ હોવાની વાતની કબૂલાત કરી હતી અને કહ્યું કે તેમની વાતચીત થતી હતી. જોકે બંને ડેટિંગના સ્ટેજ સુધી પહોંચ્યા ન હતા. તેમની 2-3 વખત મુલાકાત પણ થઇ હતી. કેટલાક મહિના સુધી વાત પણ ચાલી હતી. પછી બધુ ખતમ થઇ ગયું હતું.

ઇશા કહે છે કે આ તે સમયગાળો હતો જ્યારે તેને લાગ્યું હતું કે કદાચ કંઈક થશે અને કદાચ ના પણ થાય. અભિનેત્રીએ ડેટિંગના વિચારને નકારી કાઢતાં કહ્યું હતું કે ડેટિંગ જેવું કશું જ ન હતું.

આ પણ વાંચો – પૃથ્વી શો મુંબઈ ક્રિકેટ સાથે સંબંધ તોડવા માંગે છે, MCA પાસેથી NOC માંગી, વિજય હઝારે ટ્રોફીમાંથી કર્યો હતો બહાર

સાથે જ ઈશાને પૂછવામાં આવ્યું કે શું બંને કપલ બની શકતા હતા? તો આ સવાલના જવાબમાં ‘આશ્રમ 3’ ફેમ એક્ટ્રેસે આશંકા વ્યક્ત કરી હતી કે કદાચ થઇ શકતું હતું પરંતુ તેણે એ પણ સ્વીકાર્યું કે તે નસીબમાં ન હતું. ઇશાનું કહેવું છે કે તે સમયે હાર્દિક અને તેના મિત્રો એક રિયાલિટીમાં આપેલા એક નિવેદનને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. એ વખતે તેમની વાતચીત બંધ થઈ ગઈ હતી.

ઇશા અને હાર્દિકના સંબંધોનો અંત કેવી રીતે આવ્યો?

આ સાથે જ ઇશા ગુપ્તાએ હાર્દિક પંડ્યા સાથેના સંબંધોનો અંત કેવી રીતે થયો તેના વિશે પણ વાત કરી હતી. પરંતુ તે પહેલા તેણે ‘કોફી વિથ કરણ’ના વિવાદિત એપિસોડ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે તેની પર તેની કોઈ અસર પડી નથી. અભિનેત્રીએ કહ્યું કે તે ત્યાં સુધીમાં તે ખૂબ જ મજબૂત બની ગઈ હતી. તેણે કહ્યું કે એપિસોડ આવ્યો ત્યાં સુધીમાં તો બંનેની વાત પૂરી થઈ ગઈ હતી. તેનાથી તેને કોઈ ફરક ના પડ્યો અને તે હે છે કે તેઓ પહેલાથી જ ઘણું સહન કરી રહ્યા હતા.

બંને સમજી ગયા હતા કે બંને એક જેવા નથી

હાર્દિક સાથેના સંબંધો ખતમ કરવાના સવાલ પર ઈશા ગુપ્તાએ કહ્યુ કે બંને સમજી ગયા હતા કે બંને એક જેવા નથી. તેમની પસંદ-નાપસંદ અલગ હોય છે. અભિનેત્રીએ કહ્યું કે તેને લાઇમલાઇટ કરતા ફેમિલી અને રિયલ લાઇફ વધુ પસંદ છે. તેણે કહ્યું હતું કે તે હાર્દિક વિશે કશું ખોટું નહીં બોલે, પરંતુ કબૂલાત કરી હતી કે બંને અલગ હતા અને ટૂંક સમયમાં જ તેને તેનો અહેસાસ થયો હતો.

ઈશાની વાતથી એક વાત સ્પષ્ટ છે કે વાત આગળ વધી શકતી હતી, પરંતુ બંનેની લાઈફસ્ટાઈલ અલગ હતી. જેના કારણે બંનેના વિચારો મળ્યા નહીં અને આગળ વધતા પહેલા સંબંધ ખતમ થઈ ગયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ