ચેમ્પિયન્સ ટ્રોફી 2025 : અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ, ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં

Champions Trophy 2025, AFG vs AUS Match (ઓસ્ટ્રેલિયા વિ અફઘાનિસ્તાન ક્રિકેટ સ્કોર) : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અફઘાનિસ્તાને આપેલા 274 રનના પડકાર સામે ઓસ્ટ્રેલિયાએ 12.5 ઓવરમાં 1 વિકેટે 109 રન બનાવી લીધા છે. તે સમયે વરસાદ વિધ્નરુપ બન્યો હતો.

Written by Ashish Goyal
Updated : February 28, 2025 21:47 IST
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 : અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ, ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં
અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ વરસાદના કારણે રદ થઇ (તસવીર - @cricketcomau)

Champions Trophy 2025, AFG vs AUS Match (ઓસ્ટ્રેલિયા વિ અફઘાનિસ્તાન ક્રિકેટ સ્કોર) : આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની વધુ એક મેચ વરસાદના કારણે રદ થઇ છે. પાકિસ્તાનના લાહોરમાં રમાયેલી અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ વરસાદના કારણે રદ થઇ છે. ઓફિસિઅલ્સે ભારતીય સમય પ્રમાણે રાત્રે 9.20 કલાકે મેચ રદ કરવાની જાહેરાત કરી હતી. બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા હતા. આ મેચ રદ થતા ઓસ્ટ્રેલિયાએ 4 પોઇન્ટ સાથે સેમિ ફાઈનલમાં ક્વોલિફાય કરી લીધું છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અફઘાનિસ્તાને આપેલા 274 રનના પડકાર સામે ઓસ્ટ્રેલિયાએ 12.5 ઓવરમાં 1 વિકેટે 109 રન બનાવી લીધા છે. તે સમયે વરસાદ વિધ્નરુપ બન્યો હતો. અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાના હાલ 3-3 પોઈન્ટ થશે, પરંતુ દક્ષિણ આફ્રિકાનો રનરેટ અફઘાનિસ્તાન કરતા ઘણો સારો છે તેથી તે સેમિ ફાઇનલમાં ક્વોલિફાય કરે તે નિશ્ચિત છે. આફ્રિકાએ હજુ એક મેચ ઇંગ્લેન્ડ સામે રમવાની બાકી છે.

ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ

-સ્ટિવન સ્મિથના 22 બોલમાં 2 ફોર સાથે અણનમ 19 રન.

-ટ્રેવિસ હેડના 40 બોલમાં 9 ફોર અને એક સિક્સર સાથે અણનમ 59 રન.

-ઓસ્ટ્રેલિયાએ 12 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ટ્રેવિસ હેડે 34 બોલમાં 8 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-મેથ્યુ શોર્ટ 15 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 20 રન બનાવી ઓમરજઇની ઓવરમાં કેચ આઉટ થયો.

આ પણ વાંચો – ભારત અને પાકિસ્તાન આ વર્ષે વધુ 3 મેચો રમી શકે છે : રિપોર્ટ

અફઘાનિસ્તાન ઇનિંગ્સ

-ઓસ્ટ્રેલિયા તરફથી દ્વારશુઇસે સૌથી વધારે 3 વિકેટ ઝડપી.

-અજયતુલ્લાહ ઓમરજઇ 63 બોલમાં 1 ફોર અને 5 સિક્સર સાથે 67 રન બનાવી દ્વારશુઇસનો શિકાર બન્યો.

-રાશિદ ખાન 17 બોલમાં 2 ફોર સાથે 19 રન બનાવી આઉટ થયો.

-અફઘાનિસ્તાને 40.3 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-ગુલબદીન નાયબ 12 બોલમાં 4 રન બનાવી નાથન એલિસનો શિકાર બન્યો.

-મોહમ્મદ નબી 1 રને રન આઉટ થયો.

-હઝમતુલ્લાહ શાહિદી 49 બોલમાં 1 ફોર સાથે 20 રન બનાવી ઝમ્પાની ઓવરમાં કેચ આઉટ થયો.

-સેદિકુલ્લાહ અટલ 95 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે 85 રન બનાવી જોન્સનની ઓવરમાં કેચ આઉટ થયો.

-સેદિકુલ્લાહ અટલે 64 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-અફઘાનિસ્તાને 21.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-રહમત શાહ 21 બોલમાં 1 ફોર સાથે 12 રન બનાવી મેક્સવેલની ઓવરમાં કેચ આઉટ થયો.

-ઇબ્રાહિમ ઝાદરાન 28 બોલમાં 2 ફોર સાથે 22 રને એડમ ઝમ્પાનો શિકાર બન્યો.

-અફઘાનિસ્તાને 9.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-રહમાનુલ્લાહ ગુરુબાઝ 5 બોલમાં ખાતું ખોલાયા વિના જોન્સનની ઓવરમાં બોલ્ડ થયો.

-અફઘાનિસ્તાનના કેપ્ટન હઝમતુલ્લાહ શાહીદીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ઓસ્ટ્રેલિયા : ટ્રેવિસ હેડ, મેટ શોર્ટ, સ્ટિવન સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, એડમ ઝામ્પા, સ્પેન્સર જોન્સન.

અફઘાનિસ્તાન : રહમાનુલ્લાહ ગુરુબાઝ, ઇબ્રાહિમ ઝાદરાન, સેદિકુલ્લાહ અટલ, રહમત શાહ, હઝમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અજયતુલ્લાહ ઓમરજઇ, મોહમ્મદ નબી, ગુલબદીન નાયબ, રાશિદ ખાન, નૂર અહમદ, ફઝલહક ફારુકી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ