Afghanistan vs England: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની 8મી મેચ આજે બુધવારે પાકિસ્તાનના લાહોર સ્થિત ગદ્દાફી સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન વિ ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ગ્રુપ બીની આ બંને ટીમ માટે આ મેચ ખરાખરીનો ખેલ હતો. જેમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 325 રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડને જીતવા માટે 326 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
આજની મેચમાં અફઘાન બેટ્સમેનોની સાથે-સાથે બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઇંગ્લેન્ડની ટીમને 8 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આજની મેચમાં અફઘાનિસ્તાનના ઓપનર બેટર ઈબ્રાહિમ ઝદરાને ખુલ્લેઆમ પોતાનો દમ દેખાડ્યો હતો. ઝદરાને 146 બોલમાં 177 રન બનાવ્યા હતા. ઇબ્રાહિમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન તરફથી પ્રથમ સદી ફટકારનાર ખેલાડી બન્યો છે.
આજની મેચમાં હાર બાદ ઇંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.





