રાશિદ ખાનની મહિલા સાથે તસવીર વાયરલ થતા હંગામો, ક્રિકેટરે બતાવી સચ્ચાઇ

Rashid Khan Wife: અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન હાલ એક મહિલા સાથેની તસવીરના કારણે ચર્ચામાં છે. મહિલાનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો

Written by Ashish Goyal
Updated : November 12, 2025 21:43 IST
રાશિદ ખાનની મહિલા સાથે તસવીર વાયરલ થતા હંગામો, ક્રિકેટરે બતાવી સચ્ચાઇ
રાશિદ ખાન તાજેતરમાં એક ચેરિટી ફાઉન્ડેશનના ઉદ્ઘાટન સમારોહમાં એક મહિલા સાથે જોવા મળ્યો હતો (તસવીર - સોશિયલ મીડિયા)

Rashid Khan Wife: અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન હાલ એક મહિલા સાથેની તસવીરના કારણે ચર્ચામાં છે. રાશિદ ખાન તાજેતરમાં એક ચેરિટી ફાઉન્ડેશનના ઉદ્ઘાટન સમારોહમાં એક મહિલા સાથે જોવા મળ્યો હતો. મહિલાનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. ક્રિકેટ ચાહકો રાશિદ ખાન સાથે જોવા મળેલી મહિલા વિશે જાણવા ઉત્સુક હતા.

ક્રિકેટ ચાહકો અને સોશિયલ મીડિયા પર ચર્ચા બાદ 27 વર્ષીય સ્ટાર ક્રિકેટરે પોતે આ મામલે સફાઇ આપી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી કે ફોટામાં રહેલી મહિલા તેની પત્ની છે. તેણે સ્પષ્ટતા કરી કે આ તેના બીજા લગ્ન છે.

રાશિદે ખાને કરી સ્પષ્ટતા

રાશિદ ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે મેં 2 ઓગસ્ટ 2025ના રોજ પોતાના જીવનનો એક નવો અને અર્થપૂર્ણ અધ્યાય શરૂ કર્યો હતો. મેં નિકાહ કર્યા છે, તે મહિલા સાથે લગ્ન કર્યા, જે તે પ્રેમ, શાંતિ અને ભાગીદારીનું પ્રતિક છે, જેની મેં હંમેશા આશા રાખી હતી. હું તાજેતરમાં મારી પત્નીને એક ચેરિટી ઇવેન્ટમાં લઈ ગયો હતો અને તે જોઇને દુખ થાય છે કે આટલી સરળ બાબતથી ધારણાઓ બનાવવામાં આવી રહી છે. સત્ય સરળ છે, તે મારી પત્ની છે અને અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી. તે બધાનો આભાર જેમણે દયા, સમર્થન અને સમજણ દેખાડી.

આ પણ વાંચો – આઈપીએલ 2026 ની હરાજી આ તારીખે યોજાઇ શકે છે, જાણો ડેટ અને સ્થળ વિશેની માહિતી

રાશિદ ખાન ફાઉન્ડેશન મુખ્યત્વે અફઘાનિસ્તાનમાં નબળા પરિવારોને શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા, સ્વચ્છ પાણીની પહોંચ અને માનવતાવાદી સહાય પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

રાશિદ ખાનના બીજા લગ્ન

રાશિદ ખાનના પહેલા લગ્ન ઓક્ટોબર 2024માં તેની પિતરાઈ બહેન સાથે થયા હતા. આ લગ્ન કાબુલમાં થયા હતા અને તેમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓએ હાજરી આપી હતી. તેમના પહેલા લગ્ન ખૂબ જ ભવ્ય હતા, જ્યારે બીજા લગ્ન ખૂબ જ સાદાઇથી કર્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ