Afghanistan vs New Zealand Test Match 2024 : અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ એક માત્ર ટેસ્ટ મેચ રમવા માટે ભારત આવ્યા હતા. પરંતુ બંને દેશના ખેલાડીઓ અને ક્રિકેટ ફેન્સને નિરાશ થવું પડ્યું છે. સાથોસાથ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં પણ એક નિરાશાજનક ઘટનાનો ઉમેરો થયો છે. ગ્રેટર નોઇડા ખાતે સોમવારથી શરુ થયેલ એક માત્ર ટેસ્ટ મેચ ચોથા દિવસ સુધી પણ શરુ ન થઇ શકતાં છેવટે મેચને રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
ગ્રેટર નોઇડામાં રમાનાર અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડ વચ્ચેની એક માત્ર ટેસ્ટ મેચ માટે શુક્રવાર છેલ્લો દિવસ છે. જોકે રમત શરુ થવાની અને પ્રથમ બોલ ફેંકાવાની રાહ જોવાતી હતી. પ્રતિકૂળ હવામાન અને નબળી સગવડો જોતાં એવું લાગી રહ્યું હતું કે એક પણ બોલ ફેંકાયા વિના જ મેચ રદ થઇ શકે છે. છેવટે બોલ ફેંકાયા વિના જ મેચ રદ થઇ છે.
વિશ્વ ક્રિકેટ જગતની 7મી ઐતિહાસિક ઘટના
અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડ ટેસ્ટ મેચ રદ થાય છે તો ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 91 વર્ષ બાદ આવી એક ઘટના બનશે. ભારતે ટેસ્ટ મેચની પ્રથમ વખત યજમાની 1933 માં કરી હતી ત્યારથી લઇને આવી આ પ્રથમ ઘટના હશે. વિશ્વમાં આવી ઘટનાઓ કુલ સાત વખત બની છે. છેલ્લે 1998 માં ફૈસલાબાંદમાં પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે મેચ એક પણ ફેંકાયા વિના રદ થઇ હતી.
એક પણ બોલ ફેંકાયા વિના મેચ રદ
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી) એ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની એક માત્ર ટેસ્ટ મેચ ચોથા દિવસે પણ સતત વરસાદને લીધે રમાશે નહીં. શુક્રવારે અંતિમ દિવસે પણ મેચ રમાશે છે કે નહીં એગં સવારે પીચ અને મેદાનની તપાસ બાદ નિર્ણય લેવાતાં છેવટે એક પણ બોલ ફેંક્યા વિના મેચ રદ કરવામાં આવી છે.
આ પણ વાંચો – IPL મેગા હરાજી ક્યારે થશે?
અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડ મેચ કેમ રદ થઇ?
અહીં નોંધનિય છે કે, શહેરમાં પડી રહેલા સતત વરસાદ અને નબળી ડ્રેનેજ સિસ્ટમને લીધે પીચ અને આઉટ ફિલ્ડ પર પાણી ન ઓસરતાં અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડ વચ્ચેની એક માત્ર ભારતના યજમાનીની ટેસ્ટ મેચ છેવટે રદ કરવાનો નિર્ણય લેવાયો છે.





