Afghanistan vs New Zealand Test Match: ગ્રેટર નોઈડા ખાતે આજથી અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે એમાત્ર ટેસ્ટ શરુ થઇ છે. અફઘાનિસ્તાન ક્રિકેટ દિવસે દિવસે સારુ થઇ રહ્યું છે આ સંજોગોમાં ભારતીય સ્પિનર અશ્વિન બે યુવા અફઘાન બેટ્સમેન રિયાઝ હસન અને બહિર શાહ ને ભારતના યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફ ગણાવી અફઘાનિસ્તાન ક્રિકેટના ભાવિ માટે નિર્ણાયક ખેલાડીઓ કહી રહ્યો છે.
આર અશ્વિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બંનેની પ્રશંસા કરી ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફ સાથે સરખામણી કરી છે. યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફ આ બંને ખેલાડી છે કે જેઓએ બે દાયકા પૂર્વે ભારતની ક્રિકેટની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભારતીય આ બંને ખેલાડીઓએ ભારતીય ક્રિકેટને મજબૂત કર્યું છે એ જ રીતે અફઘાનિસ્તાનના રિયાઝ હસન અને બહિર શાહ પણ અફઘાન ક્રિકેટ માટે મહત્વના સાબિત થઇ શકે છે એવો વિશ્વાસ અશ્વિને વ્યક્ત કર્યો છે.
ભારત વિ બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી, આ દિગ્ગજ ખેલાડીઓની વાપસી
અશ્વિન લખે છે કે, ભારતમાં રમાનાર અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ ટેસ્ટ મેચ જોવાની મજા આવશે. અફઘાનિસ્તાન યુવા ખેલાડીઓની ટીમ છે. એમાં પણ રિયાઝ હસન અને બહિર શાહનું ક્રિકેટ જોવા માટે હું ઘણો ઉત્સાહિત છું. આ બંને ખેલાડીઓની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ એવરેજ 55 થી વધુ છે. જે અફઘાનિસ્તાનને એક સફળ ભવિષ્ય તરફ લઇ જવા માટેની એમની ક્ષમતા દર્શાવે છે.
રિયાઝ હસન કોણ છે?
રિયાઝ હસન અફઘાનિસ્તાન યુવા ક્રિકેટર છે. 22 વર્ષિય રિયાઝ અફઘાનિસ્તાન માટે પાંચ વન ડે રમ્યો છે. જેમાં તણે 30 ની સરેરાશથી 120 રન બનાવ્યા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 18 ઇનિંગ્સમાં 56.31 ની સરેરાશથી 901 રન બનાવ્યા છે. તેણે ત્રણ સદી અને ત્રણ અર્ધ શતક ફટકારી છે.
બહિર શાહ વિશે જાણો
બહિર શાહ અફઘાનિસ્તાન યુવા ક્રિકેટર છે. જેણે ગત વર્ષે જ બાંગ્લાદેશ સામે ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ મેચમાં એનો દેખાવ પ્રભાવશાળી ન હતો તે માત્ર સાત રન જ બનાવી શક્યો હતો. પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો દેખાવ ઘણો સારો રહ્યો છે. તેણે 69 ઇનિંગ્સમાં 69.16 ની એવરેજથી 3254 રન બનાવ્યા છે. જેમાં તેણે 10 સદી અને 14 અર્ધ શતક બનાવ્યા છે.





