જય શાહ ICC માં જશે તો ભારત-પાકિસ્તાન એક થશે, કોહલી અને આઝમ એકસાથે બેટિંગ કરશે, જાણો શું છે પ્લાન

Afro-Asia Cup India Pakistan Players same team : જય શાહ આઈસીસી અધ્યક્ષ બન્યા બાદ ફરી એકવાર આફ્રો-એશિયા કપ નું આયોજન તઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું, ભારત પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં જોવા મળી શકે છે.

Written by Kiran Mehta
September 11, 2024 22:34 IST
જય શાહ ICC માં જશે તો ભારત-પાકિસ્તાન એક થશે, કોહલી અને આઝમ એકસાથે બેટિંગ કરશે, જાણો શું છે પ્લાન
ભારત અને પાકિસ્તાન ના ખેલાડીઓ એક જ ટીમમાં શું શક્ય છે?

Afro-Asia Cup India Pakistan : કલ્પના કરો, એક ટીમ જેમાં ભારતના વિરાટ કોહલી અને પાકિસ્તાનના બાબર આઝમ એકસાથે બેટિંગ કરી રહ્યા હોય, તો વિરોધી ટીમમાંથી જસપ્રિત બુમરાહ અને પાકિસ્તાનનો શાહીન આફ્રિદી બોલિંગથી એટેક કરી રહ્યા હોય. એક જ ટીમ જેમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ સાથે જોવા મળે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ આઈસીસી પહોંચ્યા બાદ આ શક્યતા તેજ બની છે.

ફરી થઈ શકે છે એફ્રો એશિયા કપ નું આયોજન

તમે વિચારતા હશો કે, જે ટીમો એકબીજા સામે દ્વિપક્ષીય સિરીઝ પણ નથી રમતી, તેના ખેલાડીઓ કેવી રીતે એકસાથે રમી શકે. જવાબ છે આફ્રો-એશિયા કપ. આ ટુર્નામેન્ટ 2000 ના દાયકાની શરૂઆતમાં રમાઈ હતી.

આ ટુર્નામેન્ટ માટે ભારત અને પાકિસ્તાનની ટીમો એકસાથે ઉતરતી હતી. છેલ્લા ઘણા સમયથી તેનું આયોજન કરવામાં આવ્યું નથી, જો કે આઈસીસીમાં જય શાહના આગમનથી આ ટૂર્નામેન્ટનું ફરીથી આયોજન થવાની શક્યતા જોવામાં આવી રહી છે. જય શાહ તાજેતરમાં ICC ના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. તેઓ આ વર્ષના અંતમાં ચાર્જ સંભાળશે. તો ACC ના મહિન્દ્રા વલીપુરમનો ICC બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

2022 માં ચર્ચા શરૂ થઈ

વર્ષ 2022માં ફરીથી આ ટૂર્નામેન્ટનું આયોજન કરવાની વાત થઈ હતી. આફ્રિકન ક્રિકેટ એસોસિએશનના સુમદ દામોદર અને ACC ના મહિન્દ્રા વલીપુરમે 2023 માં ટી20 ફોર્મેટમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવાની યોજના બનાવી હતી. એસોસિયેટ નેશન્સનાં કેટલાક ખેલાડીઓને તક આપવાની વાત પણ થઈ હતી. જો કે, આફ્રિકન બોર્ડની અંદરની લડાઈને કારણે આ થઈ શક્યું નહી.

હાલમાં સાઉથ આફ્રિકા ક્રિકેટના દામોદરે આ મેચો અંગે ફોર્બ્સને કહ્યું, ‘આ મેચો દેશો વચ્ચેની રાજકીય દિવાલ તોડી શકે છે. ક્રિકેટ અંતર ખતમ કરી શકે છે. વ્યક્તિગત રીતે, મને નથી લાગતું કે, ખેલાડીઓ એકબીજાને નફરત કરે છે. મને ખાતરી છે કે તે આ માટે ખેલાડીઓ તૈયાર હશે.

આ પણ વાંચો –

આફ્રો-એશિયા કપ પ્રથમ વખત 2005માં યોજાયો હતો

વર્ષ 2005 અને 2007માં આફ્રો-એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું હતું. એશિયન ઈલેવનમાં પાકિસ્તાનના શોએબ અખ્તર, શાહિદ આફ્રિદી અને ભારતના વીરેન્દ્ર સેહવાગ અને રાહુલ દ્રવિડ એક જ ટીમમાં રમતા જોવા મળ્યા હતા. આફ્રિકન ઈલેવનમાં ઝિમ્બાબ્વે અને કેન્યાના ખેલાડીઓ સામેલ હતા. જો કે, 2008 માં મુંબઈ બોમ્બ વિસ્ફોટ પછી, આ ટુર્નામેન્ટ ફરી ક્યારેય યોજાઈ ન હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ