/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/viral-kohli-and-anushka-sharma.jpg)
નિવૃત્તિ બાદ વિરાટ કોહલી અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યો - photo- X ANI
Virat Kohli Retirement, વિરાટ કોહલી નિવૃત્તિ : સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી, તેમની પત્ની અનુષ્કા શર્મા સાથે મંગળવારે સવારે સંત પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા માટે વૃંદાવન પહોંચ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિરાટ-અનુષ્કા શ્રી રાધાકેલીકુંજ આશ્રમમાં લગભગ ત્રણ કલાક રોકાયા હતા.
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા પછી ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન ગયો. મંગળવારે સવારે, બંને ઇનોવા કારમાં શ્રી રાધાકેલીકુંજ આશ્રમ પહોંચ્યા, જ્યાં તેઓ સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા. આ દરમિયાન અનુષ્કાએ માસ્ક પહેર્યું હતું. જ્યારે વિરાટ ચશ્મા પહેરેલો જોવા મળ્યો હતો. આ પહેલા તેઓ 4 જાન્યુઆરી 2023 અને 10 જાન્યુઆરી 2025 ના રોજ સંત પ્રેમાનંદને મળવા આવ્યા હતા.
#WATCH | #ViratKohli and Anushka Sharma arrive at Uttar Pradesh's Vrindavan pic.twitter.com/u6rI5EGLMn
— ANI (@ANI) May 13, 2025
વિરાટ અને અનુષ્કા વૃંદાવનની રેડિસન હોટેલમાં રોકાયા હતા. મંગળવારે સવારે આશ્રમ પહોંચ્યા પછી, તેમણે પ્રેમાનંદ મહારાજ સાથે સમય વિતાવ્યો અને તેમના ગયા પછી પણ, તેઓ લગભગ અડધો કલાક આશ્રમમાં રહ્યા અને ત્યાંના કાર્યનો અહેવાલ લીધો હતો.
સ્પોર્ટ્સના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
વિરાટે સોમવારે ઇન્સ્ટાગ્રામ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું, "ટેસ્ટ ક્રિકેટે મને પડકાર ફેંક્યો છે, મને આકાર આપ્યો છે અને મને એવા પાઠ શીખવ્યા છે જે જીવનભર મારી સાથે રહેશે." વિરાટે પોતાના શાનદાર કરિયરમાં ૧૨૩ ટેસ્ટ મેચોમાં 30 સદી, 31 અડધી સદી અને7 બેવડી સદી ફટકારી હતી. તેને 2017 અને 2018 માં ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ પણ મળ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us